કાશ્મીર અંગેની નીતિમાં કોઇ ફેરફાર નહીં આવે: બાઇડેનનો પાકિસ્તાનનો ઝટકો

ચીન બાદ હવે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પાકિસ્તાનને જોરદાર ઝાટકો આપ્યો છે. બાઈડેને સ્પષ્ટ કર્યું હતું કે, કાશ્મીર અંગે તેમની નીતિમાં કોઈ ફેરફાર નહીં આવે. અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી ટાંણે પાકિસ્તાન એવી આશા રાખીને બેઠું હતું કે, અમેરિકામાં જોબાઈડેન સત્તામાં આવશે તો જમ્મુ અને કાશ્મીર અંગે અમેરિકાની નીતિમાં તેના ધાર્યા પ્રમાણે ફેરફાર આવશે કારણ કે બાઈડેનના પાકિસ્તાન સાથે સારા સંબંધ રહૃાા છે.

જોકે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય અને જો બાઈડન ચૂંટણી જીતતા જ બેગાની શાદી મેં અબ્દૃુલ્લા દિવાનાની માફક કારણ વગરના હરખાઈ રહેલા પાકિસ્તાનની આ આશા ઠગારી નિવડી છે. અમેરિકી રાષ્ટ્રપતિએ એક જ ઝટકે પાકિસ્તાનની આશાઓ વેરવિખેર કરી નાખી છે.

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમની જમ્મુ અને કાશ્મીર અંગેની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે જ અમેરિકાએ કાશ્મીર ખીણમાં ૪જી મોબાઈલ ઈન્ટરનેટ સેવા બહાલ કરવાનું સ્વાગત કર્યું હતું. અમેરિકી વિદેશ મંત્રાલયના પ્રવક્તા નેડ પ્રાઈસએ પત્રકારો સાથે વાતચીતમાં કહૃાું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, જમ્મુ કાશ્મીરને લઈને અમેરિકાની નીતિમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

આ અગાઉ અમેરિકી વિદેશ મંત્રાલયના દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોએ ટ્વીટ કરીને જમ્મુ કાશ્મીરમાં ૪ય્ ઈન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું સ્વાગત કર્યું હતું. ટ્વીટમાં કહેવાયું છે કે ભારતના જમ્મુ અને કાશ્મીરમાં ૪ય્ ઈન્ટરનેટ સુવિધા બહાલ કરવાનું અમે સ્વાગત કરીએ છીએ. તે સ્થાનિકો માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને અમે રાજ્યમાં સામાન્ય સ્થિતિ બહાલ કરવા માટે રાજનીતિક અને આર્થિક પ્રગતિ ચાલુ રાખવા માટે આશાવાન છીએ.