કિરણને બ્લડ કેન્સર હોવાની વાત પર અનુપમ ખેરે ટ્વિટરમાં ભાવુક પોસ્ટ શેર કરી

બોલિવુડ અભિનેત્રી કિરણ ખેરના ચાહકોને ગુરૂવારના રોજ મોટો ઝાટકો લાગ્યો છે. ચંદીગઢમાં ભાજપ સાંસદ કિરણ ખેર બ્લડ કેન્સરથી પીડિત છે. આ સમાચારે સિનેમાની દુનિયાથી લઇ રાજકીય ગલિયારામાં હલચલ મચાવી દીધી છે. એક બાજુ ફેન્સ અને તેમના સમર્થક કિરણ ખેરની સલામતીની પ્રાર્થના કરી રહૃાા છે ત્યાં તેમના પતિ અને દિગ્ગજ એકટર અનુપમ ખેરએ પણ ટ્વિટર પર કિરણ ખેરના હેલ્થ અપડેટ આપ્યા છે.

અનુપમ ખેરે ગુરૂવાર સવારે ટ્વિટર પર એક લાંબી નોટ શેર કરી છે. તેમણે લખ્યું, આ એટલા માટે શેર કરી રહૃાો છું કે અફવા ના ફેલાય. હું અને સિકંરદર એ માહિતી આપવા માંગીએ છીએ કે કિરણ મલ્ટીપલ માયલોમા એક પ્રકારના બ્લડ કેન્સરથી પીડિત છે. તે અત્યારે સારવાર કરાવી રહી છે અને અમને પૂરો વિશ્ર્વાસ છે કે તે પહેલાં કરાતં પણ વધુ મજબૂત થઇને તેમાંથી બહાર આવશે.

અનુપમ ખેરે કહૃાુ, અમે નસીબદાર છીએ કે કિરણની દેખરેખમાં ખૂબ જ સારી ડૉકટર્સની ટીમ છે. તે હંમેશાથી ફાઇટર રહી છે અને લડે છે.

અનુપમ ખેરે કહૃાુ, કિરણ ખેર જે પણ કરે છે તે દિલથી કરે છે. તેના દિલમાં હંમેશા પ્રેમ રહૃાો છે અને આ જ કારણ છે કે લોકો તેને આટલો પ્રેમ કરે છે. અનુપમ લખે છે કે તમે તમારી પ્રાર્થનાઓમાં કિરણ માટે પ્રેમ આવી જ રીતે મોકલતા રહો. તે સ્વસ્થ છે અને રિકવર કરી રહી છે. અમે તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભારી છીએ.

અનુપમ ખેરની પહેલાં ભારતીય જનતા પાર્ટીના ચંદીગઢથી અરૂણ સૂદે પ્રેસ કોન્ફરન્સમાં કિરણ ખેરના સ્વાસ્થયને લઇ માહિતી આપી હતી.