કુંકાવાવના નિવૃત ફોરેસ્ટર અને ગારીયાધારની મહિલા બુટલેગરના પાસાના વોરંટ કાઢતા શ્રી આયુષ ઓક

  • અમરેલી જિલ્લામાં વ્યાજખોરો સામે પાસાના શસ્ત્રનો ઉપયોગ શરૂ 
  • પાસાના કાયદાની જોગવાઇઓ વિસ્તૃત બનાવાતા એસપીશ્રી નિર્લિપ્ત રાયની દરખાસ્તથી કલેકટરશ્રી દ્વારા પાસાના વોરંટ જારી કરાયા

અમરેલી,
ગુજરાત સરકાર દ્વારા પાસાની જોગવાઇને વધારે વિસ્તૃત બનાવાતા ગૃહ વિભાગે તેને અમલી બનાવતા અમરેલી જિલ્લા કલેકટર દ્વારા અગાઉ ત્રણ વ્યાજખોરો સામે પાસાની કાર્યવાહી કરાયા બાદ આજે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની દરખાસ્તથી વધુ બે સામે પાસાના વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. વાઘજીભાઈ મુળજીભાઈ ડવ ઉ.વ.પ9 રહે.મોટી કુકાવાવ, તા.વડીયા જે ગેરકાયદેસર રીતે વ્યાજ ધીરધારનો ધંધો કરતો હોવાથી તેની સામે વડીયા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નં.પ74/ર0ર0 આઈપીસી કલમ-406, 4ર0, પ06, પ06(1) તથા નાણા ધીરનાર અધિનિયમ કલમ-40 , 4ર મુજબ ગુન્હો નોંધાયેલ હોય, અન્વયે તા.01/10/ર0ર0 ના હુકમ નં.છસ્ઇ/પાસા/કેસ નં.પપ/ર0ર0 થી પાલરા જેલ, ભુજ હવાલે કરવા હુકમ કરેલ છે તથા રાધાબેન વા/ઓ વીનુભાઈ બાબુભાઈ પરમાર ઉ.વ.40 રહે.નવાગામ પ્લોટ વિસ્તાર,ગારીયાધાર જી.ભાવનગર જે દારૂના ગેરકાયદેસર ધંધામાં ર7 જેટલી એફઆઈઆર દાખલ થયેલ હોવાથી તેમજ અમરેલી જિલ્લામાં તેની સામે દારૂ અંગેના પ (પાંચ) કેસો નોંધાયેલ હોવાથી પ્રોહીબીશન બુટલેગર તરીકે તા.01/10/ર0ર0 ના હુકમ નં.છસ્ઇ/પાસા/કેસ નં.પ4/ર0ર0 થી નડીયાદ જેલ હવાલે કરવા હુકમ કરેલ છે.