કુંડલાનાં અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતો ફરતો લીસ્ટેડ આરોપી ઝડપાઇ ગયો

અમરેલી,સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ભાગ એ 0670/2020 ઇ.પી.કો.કલમ 363,366 તથા પોકસો એકટ કલમ 18 મુજબના ગુન્હાના કામે આરોપી અટક કરવાનો હોય અને ભોગ બનનાર મળી આવેલ ન હોય, આધુનીક ટેકનોલોજી અને ચોક્કસ બાતમી આધારે આરોપી અને ભોગ બનનાર સાથે સાવરકુંડલા તાલુકા ના આંબરડી ગામેથી રાજુલા જવાના રસ્તે, ગામ ના પાટિયા પાસેથી જયદીપ ઉર્ફે જયલો મનસુખભાઇ ચોડવીયા રે.નવી આંબરડીવાળાને પકડી પાડેલ છે. અને સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.