કુંડલાનાં ગીરધરવાવ નજીક જામનગર-મહુવા રૂટની એસટી બસ ચાલકે સાયકલ ચાલક આધેડને હડફેટે લેતા મોત

સાવરકુંડલા,
સાવરકુંડલાનાં ગીરધરવાવ નજીક જામનગર મહુવા રૂટની એસટી બસનાં ચાલકે સાયકલ ચાલક આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલામાં મહુવા રોડ પર ગિરધરવાવ પાસે બપોરના 3 વાગ્યાની આસપાસ જામનગર-મહુવા સરકારી એસ.ટી.બસ બાઢડાના એક અજાણ્યા યુવકની સાયકલ સાથે અથડાતાં સાયકલ સવાર આધેડનું ઘટનાસ્થળે જ અવસાન થયેલ બાદમાં આધેડને કે.કે.મહેતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ