અમરેલી,
2015ની 6 ડીસેમ્બરે સાવરકુંડલાનાં પીઠવડી ગામે બનેલા એટ્રોસીટીનાં અને હુમલાનાં ગુનામાં કોર્ટે પાંચ શખ્સોને ત્રણ વર્ષની કેદ અને 1500 રૂપિયા દંડ ફટકાર્યો હતો. આ બનાવની વિગત એવી છે કે, તા.6-12-2015નાં લાલો બેચર સુસરા, ભીમા સામંત સુસરા, ટીણા સામંત સુસરા, રામભાઇ રાઘવભાઇ ચાચરા, માધા બેચરભાઇ સુસરા રે.તમામ પીઠવડીએ પરા વિસ્તારમાં રહેતા વલ્લભભાઇ રાઠોડની દુકાન પાસે જેન્તીભાઇ ગોવિંદભાઇ ચુડાસમાની શાકભાજીની લારીએ શૈલેષભાઇ ધીરૂભાઇ મહિડા અનુજાતી ઉપર ચુંટણીમાં ખોટા દેખાડા કરી કોંગ્રેસ તરફી કામ કરેલ છે તેવું કહી લાકડાની ઇંહથી શૈલેષ ઉપર હુમલો કરેલ અને વચ્ચે પડેલ જયંતીભાઇ ગોવિંદભાઇ અને તેના દિકરા સંજય ઉર્ફે ચંદુ તથા વિજય ઉપર પણ આ પાંચેય શખ્સોએ હુમલો કરી ઇજા કરી હતી. આ કેસ સાવરકુંડલા એડીશ્નલ સેશન્સ જજ શ્રી ભુમિકાબેન ચંદારાણા સમક્ષ ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાએ ફરિયાદે પક્ષે ધારદાલ દલીલો કરી આરોપીઓને સખત સજા કરવા માટે રજુઆત કરતા કોર્ટે એટ્રોસીટીનાં ગુન્હામાં ત્રણ વર્ષની કેદ અને 1500 રૂપિયા દંડ તથા 323માં 6 માસની કેદ, 500 રૂપિયા દંડ, 324માં છ માસની કેદ અને 500 દંડ તથા 148, 149માં પણ છ માસની કેદ ફરમાવી હતી.