કુંડલાનાં રેલવે ફાટકે અકસ્માત : એકનું મોત

સાવરકુંડલા, સાવરકુંડલાનાં મહુવા રોડ રેલવે ફાટક પાસે ભાર રિક્ષા મહુવા તરફ જતી હતી તે સામે રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે ટ્રક નં.જીજે.11.ટીટી.0074 સામે આવતા ધડાાકા ભેર અથડાયેલ અકસ્માતમાં રીક્ષા ચાલક ભીખાભાઇ બચુભાઇ ગોહિલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ભારરિક્ષામાં બેસેલ બે મહિલાઓ સાસુ વહુને ગંભીર ઇજા થતાં ઇમરજન્સી 108 મારફત સાવરકુંડલા સારવાર માટે ખસેડેલ છે.