કુંડલાનાં લુવારામાં દારૂની દોઢ હજાર બોટલ ઝડપાઇ

અમરેલી,

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના ઇચા.પો.ઇન્સ.જે.કે.મોરીની ચોકકસ બાતમીની હકીકત આધારે લુવારા ગામે આવેલ અશોકભાઇ જયતાભાઇ બોરીચાના રહેણાંક મકાન સામે આવેલ તેમના ડેલીબંધ વરંડામા આવેલ કપાસ ભરવાના ગોડાઉનના ધાબા વાળા રૂમમા રેઇડ કરતા વેચાણ માટે સંગ્રહ કરેલ ભારતીય બનાવટની વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેસ કરી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે સી પાર્ટ ગુ.રનં.11193053230194/2023 પ્રોહી એકટ કલમ-65-એઇ,116-બી,81,83,98(2) મુજબનો ગુન્હો રજી.કરી આરોપી સામે પ્રતાપભાઇ માણાભાઇ માંજરીયા ઉ.વ.29 રહે.ધારી જી.અમરેલીને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. જ્યારે (1)વિજયભાઇ ખોડુભાઇ વાળા રહે.મુળ ખડ ખંભાળીયા તા.ધારી હાલ રહે.સાવરકુંડલા, (2)દીનેશભાઇ વસ્તુભાઇ ખાચર રહે.મુળ ગોસળ તા.સાયલા જી.સુરેદ્રનગર, (33)શીવરાજભાઇ ઉર્ફે મુન્નાભાઇ રામભાઇ વિંછીયા રહે.મુળ રબારીકા તા.જેસર જી.ભાવનગરને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. પકડાયેલ મુદામાલની વિગત-ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ નંગ-1561 કિં.રૂ.5,03,805 તથા સિલ્વર કલરનુ હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ જેની કિંરૂ.30,000/-તથા લીલા કલરનુ બુલેટ મોટરસાયકલ જેની કિંરૂ.20,000:તથા મોબાઇલ ફોન નંગ-01 કિંરૂ5000,- મળી કુલ કિંરૂ5,58,805,-નો મુદામાલ કબ્જે લીધ્ોલ છે.