કુંડલાનાં 98 વર્ષના ઈચ્છાબેનને 4 બીમારીઓ છતાં કોરોનાને હરાવી દીધો

  • 15 દિવસ ઓક્સિજન ઉપર રહ્યાં : તબીયત સુધારા ઉપર

સાવરકુંડલા,
મજબૂત મનોબળ ધરાવતા 98 વર્ષના ઈચ્છાબેન કાંતિલાલ દોશીને કોરોના પોઝિટીવ આવતા હોસ્પિટલમાં 20 દિવસ દાખલ કરેલ, 15 દિવસ ૈબે માં ઓક્સિઝન ઉપર રહેલ. તબિયત સુધારા ઉપર આવતા 20 દિવસે રજા આપેલ. ઈચ્છાબેનને પેરેલીસીસનો હુમલો, બ્લડપ્રેશર, શ્વાસની તકલીફ અને ઉંમરના હિસાબે મક્કમ મનોબળ ધરાવતા તમામ પ્રકારની પરેજી પાળતા કોરોનાને હરાવી આપેલ છે. તેમના પુત્ર દિપક કાંતિલાલ દોશી, ઉંમર 66, કોરોનાથી મૃત્યુ પામતા તેમના પરિવારના વડલા સમાન ઇચ્છાબેન અને પરિવારને ન પુરાય તેવી ખોટ પડી છે.કાંતિલાલ દલીચંદ દોશી(ન્યુઝ પેપર એજન્ટ) બોમ્બેમાં રહેતા પરિવારમાં 6 વ્યક્તિને કોરોના પોઝિટિવ થયેલ તેમાં 5 વ્યક્તિ સહીસલામત પરત આવેલ.ઇચ્છાબેનને ડિસ્ચાર્જ પછી તેમની નાજુક સ્થિતિને જોતા 45 દિવસ પછી પોતાના પુત્ર દિપકના કોરોનાથી મૃત્યુના સમાચાર આપેલ.ઇચ્છાબેન ઘરે આવતા દિપકને ન જોતા દરરોજ દીપકને બોલાવો કહેતા. તેમની તબિયત વધારે ન બગડે તે માટે પરિવારે જ્યારે 45 દિવસે વાત કરી ત્યારે તેમની તબિયત નાજુક થવા લાગેલ અને મારે દીપક પાસે જવું છે. તે રટણ શરૂ કરેલ. હાલ ઈચ્છાબેનની તબિયત સારી છે.દિપકની વિદાય માત્ર તેમના પરિવાર માટે જ નહીં પણ તેમની સાથે જોડાયેલા ઘણા માટે ખૂબ મોટો આઘાત બની છે. ઘોઘારી સમાજના અગ્રણી સ્તરે સક્રિય હતા. સમાજ સેવામાં પણ નિ:સ્વાર્થભાવે તેમણે ખૂબ કામ કરેલ.