કુંડલાના આંબરડીમાં 5 મજુરોના દબાઈ જતા મોત

આંબરડી, અમરેલીમાં સૌથી વધુ 45નાં મોતની આશંકા, અનેક લાપતા, મૃત્યુઆંક વધવાની આશંકા અનેક ગામો હજુ સુધી સંપર્ક વિહોણાં.આંબરડીમા 5 ડેડબોડીને સ્થાનિક લોકોએ અને અવધ ટાઈમ્સના પત્રકારે રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા.વાવાઝોડું વીત્યાના 36 કલાક બાદ અમરેલી જિલ્લામાં હવે ભયાવહ ચિત્રો સામે આવી રહ્યા છે. 175 કિમીની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડાએ જિલ્લામાં 45 લોકોનો ભોગ લીધો છે તો હજ્જારો મકાનોને મોટુ નુકશાન થયુ છે.જયારે સાવરકુંડલા ના આંબરડી ગામે રોહિત લાલજીભાઈ માલાણીની વાડીએ રહેતા મજુરોમા 3 બાળકો, એક મહિલા એક પુરૂષ વાડીની ઓરડીમા દબાઈ જતા પરપ્રાંતિય પાંચેય મજુરોના મૂત્યુ થયા છે.દબાયેલા લોકોને કાટમાળ ખસેડી મૂતકોને 6 કલાકની જહેમત બાદ બહાર કાઢ્યા હતા. પ્રાંત અધિકારી,મામલતદાર અને પોલીસ ઘટના સ્થળે મુલાકાતે પહોંચી હતી,તમામ મૂતદેહોને એમ્બ્યુલન્સ મારફત સા.કુંડલા સિવિલમા પીએમ બાદ મૂતક પરિજનોની હાજરીમા અંતિવિધી કરાઈ હતી.અમરેલી જીલ્લામા વાવાઝોડા બાદ ભયાનક ચિત્રો સામે આવી રહ્યા છે.હજુ મૃત્યુઆંક વધે એવી શક્યતા છે. ખૂબ મોટી સંખ્યામાં પશુ અને પક્ષીઓ પણ