કુંડલાના મઢડાના તલાટી કમ મંત્રીએ 38 લાખની ઉચાપત કરી

અમરેલી,
સાવરકુંડલાના મઢડા ગામના તલાટીએ રૂ.38 લાખની ઉચાપત કર્યાની સાવરકુંડલા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર સાવરકુંડલાના મઢડા ગામના તલાટી કમ મંત્રી સરફરાજ અબ્દુલભાઇ દલ એ તેમના ચાર્જ હેઠળના ચીખલી વણોટ,ભમર ગામ માટે સરકાર દ્વારા ફાળવવામાં આવેલી વિવિધ ગ્રાન્ટની કુલ રકમ 3858000ની રકમ પોતે ઉપાડી લઇ અને ઉચાપત કર્યાની પોલીસ ફરિયાદ મદદનીશ સિંચાઇ ઇજનેર મનીશભાઇ વીરજીભાઇ હડીયાએ સાવરકુંડલા તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.ફરિયાદમાં જણાવાયું છે કે, સરફરાજ દલ એ ભમર ગ્રામ પંચાયતના 15,03000/-તથા વણોટ ગ્રામ પંચાયતના 10,00000/- અને ચીખલી ગ્રામ પંચાયતના 13,55000/-ની ઉચાપત કરી છે.આ અંગે અશ્ર્વીનભાઇ ધામેેલીયાએ કરેલી રજુઆતને પગલે તા. 18-3-23ના જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ માટે ટીમ બનાવી હતી જેમા ઉપરોકત વિગતો ખુલવા પામી હતી.આ ઉચાપત તા. 11-9-2020થી આજ સુધીમાં કરવામાં આવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે સાવરકુંડલા તાલુકા પીએસઆઇ શ્રી જયેશકુમાર મોરી એ તપાસ હાથ ધરી.