સાવરકુંડલા,જંગલના રાજા સિંહો હવે જંગલ સાથે ગામડાઓમાં વસવાટ વધાર્યો છે ત્યારે ધીમે ધીમે સિંહો શહેર તરફ વળ્યા હોય ને સિંહ દ્વારા હુમલાઓની ઘટનાઓમાં પણ વધારો થયો હોવાં છતાં નીંભર વનવિભાગ હજુ આળસ મરડી બેઠું ન થતું હોવાનો ઘાટ સાવરકુંડલા માં ઘડાયો છે આજે સાવરકુંડલા શહેરના મહુવા રોડ પર આવીને સિંહણે એક યુવક પર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્ત યુવકને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ને ધોળા દિવસે સિંહણ હુમલાની ઘટના ઘટવા છતાં ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું સાવરકુંડલાનું વનતંત્ર સામે મહુવા રોડની સ્થાનીક સોસાયટીના રહીશોમાં રોષ ફેલાયો છે મળતી માહિતી મુજબ સાવરકુંડલા વનવિભાગની ઘોર બેદરકારીને કારણે સિંહ હુમલાઓની ઘટનાઓ વધુ ઘટી રહી છે આજે સાવરકુંડલા શહેરના મહુવા રોડ ના ગુલશને મદીના રેસીડેન્સી ની પાછળ લીંડકિયા નેરાં વિસ્તાર તરીકે જાણીતા લીંબાણી ના પડતર ખેતરને આશ્ચર્ય સ્થાન બનાવીને 3 સિંહબાળ સાથે ઘણા સમયથી રહેતી સિંહણે અચાનક જ કનુભાઈ કસાભાઇ દેવીપૂજક જે બાઇક લઇને તેના ભાઈને બાજુની વાડીએ ભાત દેવા જતો હતો ત્યારે 3 સિંહબાળ સાથે રહેતી માતા સિંહણે પ્રથમ બાઇક ચાલક સામે દોટ મૂકી હતી ને બાઇક પર પંજા મારતા બાઇક પડી ગઈ ને બાદ યુવકના ડાબા પગને સિંહણે જડબા માં લેતા પગ લોહીલુહાણ થઈ ગયો હતો ને સીંહણ વિફરેલી હોય ને સીંહણ થી જીવ બાચવવા ઈજાગ્રસ્ત હાલતમાં કનુભાઈ બાજુમાં આવેલા લીમડા ના વૃક્ષ પર ચડી ગયેલો હતો ને સિંહણ સિંહબાળ સાથે થોડે દૂર ગયા બાદ ઈજાગ્રસ્ત હાલતમાં યુવક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં પહોંચ્યો હતો