અમરેલી,સાવરકુંડલાના લીખાળા ગામે બાપ દાદાની જમીનમાં ભાગ ન આપવો પડે તે માટે યુવાન ઉપર તેમના જ કુટુંબી પિતા પુત્રએ ટ્રેકટર ચડાવી દઇ અને તેમાંથી બચીને ઘેર નાશી ગયેલા આ શ્રમિક યુવાન ઉપર ફાયરીંગ કરી તેની હત્યાનો પ્રયાસ કરતા અને આ બનાવના પગલે દોડી ગયેલ પોલીસને ઘાતક હથિયારો જીવતા અને ફુટેલા કાર્ટીસ તથા હરણના શિંગડા અને દોઢ લાખ જેવી રકમ મળતા ખળભળાટ મચી ગયો છે.
આ બનાવની વિગત એવા પ્રકારની છે કે ગત તારીખ 14 મેના રોજ સાંજે સાત વાગ્યા ની આસપાસ લીખાળા ગામ નો હરેશ બટુક વાઘેલા પોતાના ખેતર થી બાઈક પર ઘર તરફ આવી રહ્યો હતો ત્યારે તેમના જ કુટુંબના તેમના ભાઈઓને કાકા શૈલેષ વાઘેલા તેમના પિતા ભુપત ભાઈ વાઘેલા ટ્રેક્ટર લઈને અને પાછળ આવતા હતા આ બંને પિતા-પુત્રએ પ્રથમ તો ટ્રેક્ટર ને બાઈક પર ચડાવી હરેશ ને મારી નાખવાની કોશિશ કરી હતી પરંતુ તે કોશિશ કામયાબ ન નીકળી.
ત્યારબાદ શૈલેષ વાઘેલા એ તેમના પિતરાઈ ભાઈ હરેશ વાઘેલા ઉપર કુવાડા જેવા હથિયારનો ઘા કરી મારવાની કોશિશ કરી પરંતુ હરેશ તેનાથી પણ બચી ગયો અને વંડી ટપીને નાસી ગયો પરંતુ આ બંને પિતા-પુત્રએ હરેશ ને મારી નાખવા માટે જ કોઈ કાવતરું કર્યું હોય તેમ તેમને મારી નાખવાના આખરી પ્રયત્ન રૂપે ભુપતભાઈ વાઘેલાએ પોતાની પાસે રહેલી બંદૂકને તેમની પર ટાંકી અને ફાયરિંગ કર્યું પરંતુ તેમાંથી પણ તે બચી ગયો અને પોતાના ઘરમાં જ સંતાઈ ગયો આખરે આ બંને બાપ દીકરાએ તેમને મારી નાખવાના પ્રયત્ન નિષ્ફળ જતા અને ડરના માર્યા તેઓ ગામ છોડીને ક્યાંય દૂર ચાલ્યા ગયા.
તારીખ 15મી મેના રોજ સવારે સાવરકુંડલા પોલીસ મથકે આવીને શૈલેષ વાઘેલા અને તેમના પિતા ભુપતભાઈ વાઘેલા ઉપર પોલીસ ફરિયાદ લખાવી.પોલીસે ફરિયાદના આધારે ગઈકાલે અમરેલી એસ.પી એલ.સી.બી તેમજ એસ.ઓ.જી નો પોલીસ કાફલાએ ભુપતભાઈ વાઘેલા ના ઘરે શોધખોળ અને તપાસ કરતા અનેક ચોંકાવનારી ચીજ વસ્તુઓ મળી આવી જેમાં એક હરણના શિંગડા કે.જે પોલીસે વનવિભાગને આ ઉપરાંત 27 જીવતા કારતૂસ, 75 ફૂટેલા કાર્ટીસ ના ખોખા,ત્રણ ઘાતક હથિયારો ધારીયા જેવા,ત્રણ છરી અને રોકડા રૂપિયા એક લાખની 40 હજાર પોલીસે કબજે કર્યા .
આ બંને આરોપી પિતા-પુત્રને શોધવા પોલીસે જુદી જુદી ટીમો બનાવી કવાયત હાથ ધરી છે .27 જેટલા જીવતા કાર્ટીસ અને 75 જેટલા ઉપયોગ કરેલા કાર્ટીસ ના ખોખા તેમજ હરણ નુ સિંગ આ બધું જ મળી આવતા સમગ્ર જિલ્લામાં અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યા છે હાલતો આ બંને આરોપીઓ પકડાયા પછી જ સાચી વિગતો બહાર નીકળે.