કુંડલાના સીમરણ પાસે અકસ્માત : ચારનાં મોત

  • ફોરવ્હિલમાં બેઠેલા માતા પુત્રના ઘટનાસ્થળે મોત નિપજ્યા : ઘવાયેલાઓને ઇમરજન્સી 108 દ્વારા અમરેલી લઈ જવાયા હતા જેમાં રસ્તામાં એકનું મોત
  • સીમરણ ગામના પાટીયા નજીક કાર લઇ પહોંચતા ટ્રકચાલકે સ્વીફટ કાર સાથે ભટકાવી અકસ્માત સર્જતા અરેરાટી વ્યાપી ગઇ : સાવરકુંડલા રૂરલ પોલીસ તત્કાલ દોડી ગઇ

અમરેલી,સાવરકુંડલા તાલુકાનાન સીમરણ ગામના પાટીયા પાસે પીેઠાભાઇ બાલુભાઇ ગુજજર ઉ.વ.50 રહે.માણસા તા.જાફરાબાદના ભાઇ મનુભાઇ અને તેમના પત્ની બાઘુબેન, દિકરાઓ ઉમેશભાઇ તથા કોૈશિકભાઇ ચારેય તેમની સ્વીફટ કાર જીજે 15 સીએચ 8638માં ધોકડવાથી વલસાડ જતા હતા.ત્યાારે બપોરના 3:30 કલાકે સીમરણના પાટીપા નજીક પહોંચતા ટ્રક નં.જીજે 14 ટી 4985ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ટ્રક ચલાવી ફોરવ્હિલ સાથે ભટકાવી અકસ્માત કરતા ફોરવ્હિલમાં બેઠેલા બાઘુબેન ઉ.વ.55 અને તેમના દિકરા કોૈશિકભાઇ ઉ.વ.30 ને ગંભીેર ઇજા પહોંચાડી ઘટનાસ્થળે મોત નિપજાવી મનુભાઇ અને તેમના દિકરા ઉમેશભાઇને ગંભીર ઇજા કર્યાની પીઠાભાઇએ સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.સાવરકુંડલા સિવિલમાં આવ્યા ત્યારે 2 મોત થઈ ચૂક્યા હતા અને બાકીના બન્નેને 108 દ્વારા અમરેલી લઈ જવાયા હતા જેમાં રસ્તામાં એકનું મોત થાયેલછે.આમ ત્રણ જણના મોત થયેલ એક ગંભીર ઇજાગ્રસ્ત સારવાર અમરેલી સિવિલમાં છે.