કુંડલાને કોરોનાનાં ભયથી ધ્રુજાવતો વધુ એક પોઝિટિવ કેસ

12 વર્ષનો બાળક પિતાની ચાની હોટલે મદદ કરતો હતો અને ટયુશનમાં પણ જતો હતો : કુંડલાની નવરંગી બજારમાં ચાની હોટલ ફેમસ :હોટલ આસપાસના તમામ દુકાનદારોને કવોરન્ટાઇન કરાશે

ટયુશનમાં પણ જતો હતો ત્યાં 17 થી 18 બાળકો ટયુશન લેતા હતા :કલાસ બંધ કરાવાયો : ઘરની આસપાસના વિસ્તારને કંટેનમેન્ટ જાહેર કરાશે : પોઝિટિવ બાળકના પિતા કેન્સરના દર્દી

અમરેલી,સાવરકુંડલા કોરોનાનાં જવાળામુખી ઉપર બેઠુ હોય તેમ એક એક કેસ સૌના જીવ અધ્ધર કરી દે તેવી હિસ્ટ્રી સાથે સામે આવી રહયા છે આજે પોઝિટિવ આવેલ 12 વર્ષના દેરાસર શેરીમાં રહેતા બાળકની અનેક લોકો સાથેની સંપર્કની હિસ્ટ્રીએ તંત્રને દોડતુ કરી દીધ્ાુ છે.સાવરકુંડલાની દેરાસર શેરી પાસે રહેતા અને કુંડલાની મુખ્ય બજાર પાસે આવેલ નવરંગી બજારમાં ચાની હોટલ ધરાવતા હોટલ માલીકના 12 વર્ષના પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ બાળક તેના પિતાને મદદ કરવા ક્યારેક દુકાન ઉપર પણ જતો હતો જો કે આરોગ્ય તંત્રએ જણાવ્યુ છે કે આ બાળકના પિતાને કેન્સર હોવાને કારણે હાલમાં તેની હોટલ બંધ હતી છતા તેની આસપાસના સંપર્કમાં આવેલા વેપારીઓને હોમ કવોરન્ટાઇન કરાશે આ ઉપરાંત આ બાળક ટયુશનમાં જતો હોય ત્યાં પ્રાથમિક રીતે ટયુશનમાં માત્ર ત્રણથી ચાર બાળક હોવાની માહિતી તંત્રને આપવામાં આવી હતી પરંતુ તપાસમાં બાળકની સંખ્યા 17 થી 18 હોવાનું જાણવા મળતા ટયુશન કલાસીસનું રેકર્ડ કબ્જે લઇ અને કલાસીસ બંધ કરી દેવામાં આવ્યો છે આ બાળકના ઘરના વિસ્તારને કંટેનમેન્ટ જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.સાથે સાથે સાવરકુંડલામાં એવી અફવા પણ ઉડી હતી કે સાવરકુંડલામાં કોરોનાના કેસની શક્યતા વધ્ાુ હોવાથી આખુ સાવરકુંડલા લોકડાઉન કરવામાં આવશે પણ હકીકતમાં આ ખોટી અફવા છે આવી કોઇ તૈયારીઓ નથી તેમ તંત્રએ જણાવ્યુ હતુ.