કુંડલાનો સુરજવડી-વડીયાનો સુરવો ડેમ ઓવરફલો : રૂપેણમાં ઘોડાપુર આવતા ગામમાં પાણી ફરી વળ્યાં

  • મુંજીયાસર છલકાવાની તેૈયારીમાં :લીલીયાની નાવલીમાં ઘોડાપુર
  • ઓણસાલ મેઘરાજાએ મન મુકીને હેંત વરસાવ્યું પણ હવે તો ખેતી પાકોને પણ અસર થતાં ખમેૈયા કરે તો સારૂ
  • સાવરકુંડલા પંથકમાં પુર જેવી સ્થિતિ : લુવારા આંબરડી રસ્તો બંધ : વડીયા પંથકમાં ધોધમાર બે ઇંચ : ટીંબી ગામ બેટમાં ફેરવાયું : ઉપરવાસમાં ભારે વરસાદથી પાણીની સતત આવક શરૂ : જાફરાબાદમાં બોટો પરત આવી ગઇ

અમરેલી,
સતત વરસાઅને કારણે પાણીની સતત આવક શરૂ રહેતા સાવરકુંડલાનો સુરજવડી અને વડીયાનો સુરવો ડેમ ઓવરફલો થયો છે જયારે રૂપેણમાં ઘોડાપુર આવતા ગામમાં પાણી ફરી વળ્યા છે અને મુંજીયાસર ડેમ છલકાવાની તેૈયારીમાં છે. દરીયામાં ભરતીને કારણે માધીમાારી માટે ગયેલી બોટો પરત આવી છે.વરસાદને કારણે સાવરકુંડલા પંથકમાં પુર જેવી સ્થિતિ સર્જાઇ છે.લુવાર આંબરડી રસ્તો બંધ થઇ ગયો છે જયારે વડીયા પંથકમાં ધોધમાર બે ઇંચ વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. ટીંબી બેટમાં ફેરવાયું હોય તેમ પાણી પાણી થઇ પડયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી પાણી ની સતત આવક શરૂ છે.

સાવરકુંડલા,
લુવારા આંબરડી ગામોની સીમ વચ્ચેથી સુરજવડી નદીમાં અતિ ઓવર ફલોના કારણે સતત પુરનાં પાણી જેટલો પ્રવાહ વહેતા બન્ને ગામ વચ્ચે રસ્તો બંધ થતા લુવારા ગામનાં ખેડુતો નાગરીકો માટે મુસીબત આ ખેડુતો ખેતરે જઈ શકતા નથી જવુ હોય તો બઢડા- આંબરડી થઈ 17 થી 18 કિલોમીટર જેટલું અંતર કાપવુ પડે છે. કરીયાણું, ખારતો, મેડીકલ, વિ.કામો માટે લુવારા ગામાનો આંબરડી ગામ સાથે પંરપરાગત વ્યવહાર છે. જે પણ બંધ થયેલ છે. અને લુવારાના નાગરીકો માટે અસુવિધા ઉભી થયેલ છે. લુવારા ગામાના પ્રભાવિત ખેડુતો અને નાગરીકો તરફથી સ્થળ પર રૂબરૂ મુલાકાત રજુઆત થતા. સાવરકુંડલા માર્કેટયાર્ડના ચેરમેન અને સક્રિય ખેડુત કાર્યકર દિપકભાઈ માલાણીએ આજરોજ ખેડુતોની હાજરીમાં ડેમ સાઈડની રૂબરૂ મુલાકાત લઈ સમસ્યાની જાણકારી મેળવેલ તે વખતે ગામના આગ્રણી આપભાઈચાંદુ, હકુભાઈ, નરેશભાઈચાંદુ તથા લખુભાઈ, વાડીયાભાઈ. ઉમેદભાઈ, કેશુભાઈ, દીપકભાઈ,બીચ્છુભાઈ, મનુભાઈ, ઘુસાભાઈ સાથે રહેલ. આ સમસ્યાનો એક માત્ર ઉકેલ સિચાંઈ વિભાગ તરફથી સુરજવડી નદી પર માઈનોર બ્રીજ બાંધવામાં આવે દિપકભાઈ માલાણી એ સિચાંઈ વિભાગ સમક્ષ સુરજવડી ડેમના ઓવરફલો નીચે વિસ્તારમાં લુવારા – આંબરડીની વચ્ચે વહેતી સુરજવડી નદી પર માઈનોર બ્રીજ બાંધવા રજુઆત કરેલ

રાજુલા,
જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજે ત્રણ વાગ્યાની આસપાસ ટીંબી ગામના પાદરમાં પસાર થતી નદી રૂપેણ નદીમાં ઘોડાપુર આવતા ટીંબી ગામ માં પણ પાણી ઘૂસી ગયું હતું ટીંબી ગામ વચ્ચે નદી પસાર થતી હોવાથી આ ટીંબી થી મોટી ટિમ્બી વસે ના બે ભાગ પડી ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા લોકો પણ ભારે ગભરામણ અનુભવતા હતા ચોમાસામાં પ્રથમ વખત એટલું બધું રૂપેણ નદીમાં પાણી આવ્યું હતું. જોકે આ રૂપેણ નદીના પાણીથી ટીંબી ગામ માં મોટી કોઈ જાનહાની થઈ નથી. માણસા છેલ્લા હેમાળ ભાડા વગેરેમાં પણ વરસાદ સારો પડ્યાના વાવડ મળે છે આ રૂપેણ નદીમાં પાણી આવ્યાનું કારણ ઉના તાલુકાના વાંકીયા મોલીયો માણસા વગેરે ગામમાં ભારે વરસાદ હોવાથી નદીમાં પાણી આવ્યું બહાર આવે છે.

જાફરાબાદ,
રાજુલા જાફરાબાદમાં . બે ઇંચ વરસાદ પડયો હોવાના અહેવાલ મળે છે જાફરાબાદ અમારા પ્રતિનિધિ રસુલભાઇ પઠાણે જણાવ્યું કે દરિયામાં મોજા ઉછળતા હતા અને એક પણ બોર્ડ ફિશિંગ માં ગયેલ નથી વરસાદના આગાહીને કારણે બોટો પરત આવી ગઈ છે બાબરકોટ વઢેરા લુણસાપુર તાલુકામાં બે ઇંચ વરસાદ પડ્યાના અહેવાલ મળે છે અમારા પ્રતિનિધિ શ્રી વસંત ગોસ્વામી નો એહવાલ જણાવે છે કે કોવાયા રામપરા વિસ્તારમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનો અમારા એહવાલ જણાવેલ છે ડુંગર વિસ્તારના અમારા શ્રી જીવનભાઈ વાળા જણાવે છે કે, આ વિસ્તારમાં 1:45 કેટલો ઈચ જેટલો વરસાદ પડયો હોવાનો ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. નેશનલ હાઈવેના દાતરડી ની નજીક ગામમાં પાણી ભરાઇ જતા રસ્તા ઉપર નીકળવું મુશ્કેલ પડતું હતું દાતરડી ના અમારા પ્રતિનિધિ મથુરભાઈ ભેડાએ જણાવ્યું કે આ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો સે ચાંચ બંદર બે ઇંચ વરસાદ પડયો હોવાનો અહેવાલ અમારા પ્રતિનિધિ શ્રી વલ્લભભાઈ ચૌહાણે જણાવ્યું હતું આ વર્ષે બાજરાના પાકને ભારે નુકસાન થયું છે તેમજ સમઢીયાળા ખેરા ના પ્રતિનિધિ ભરતભાઈએ જણાવ્યું કે ભારે વરસાદથી ખેરા થી સમઢીયાળા રસ્તો સંપૂર્ણ તૂટી ગયો છે તાત્કાલિક રીપેરીંગ કરવા માંગણી કરી છે ખાખબાઈ અમારા પ્રતિનિધિ શ્રી જશુભાઈ કલસરીયા એ જણાવ્યું હતું કે ડેમનું પાણી છોડતા રસ્તો સંપૂર્ણ ધોવાણ થઇ ગયો છે લોકોને રાજુલા જવામાં પાંચ કિલોમીટર ફરીને જવું પડે છે નવા આગરીયા ના પ્રતિનિધિ શ્રી દડુભાઇ ખુમાણના જણાવ્યું છે કે ભારે વરસાદને કારણે દાતડી તો પુલ તૂટી જતા મોટા આગરીયા ધુળીયા તમામ લોકોને 30 કિલોમીટર ફરીને રાજુ લાગુ પડે છે જે તાત્કાલિક રીપેરીંગ કરવાની જરૂર છે મોટા આગરિયા ના પ્રતિનિધિ શ્રી હાથીભાઈ ખુમાણ જણાવ્યું કે આ વિસ્તારને વરસાદ સારો થતાં સોળ આનીવર્ષ થાય તેવી શક્યતાઓ છે. ટીંબી ના પ્રતિનિધિ શ્રી હિમ્મત દાદાએ જણાવ્યું કે આજે સોમાસા માં પ્રથમ વખત જ રૂપેણ નદીમાં પાણી આવતા ટીંબી ના કોચવા ઉપરથી બેફામ પાણી જતું હતું આ રૂપેણ નદીમાં પાણી આવવાનું કારણ એ છે કે ઉપરવાસના ગામડાઓ માણસા વાંકીયા સહિત માં ભારે વરસાદ પડતા રૂપેણ નદીમાં પાણી બે કાંઠે આવ્યું હતું જેમાં એક મોટરસાયકલ તણાતા લોકોએ બચાવી લીધી હતી. લોર ના અમારા પ્રતિનિધિ દિલુભાઇ વરુ જણાવ્યું કે ફાસરીયા તથા પીસડી એભલવડ વિસ્તાર માં ગઇકાલે સારો એવો વરસાદ પડ્યો હતો ખેતીમાં સારો ફાયદો થશે રાજુલાના કુંભારિયા ગામ ના પ્રતિનિધિ પંકજ બાપુ જણાવ્યું કે આ વરસાદથી અમારે જોલા પુરી નદીનો પુલ. અગાઉના વરસાદથી તૂટી ગયો હોવાથી તે તાત્કાલિક રીપેરીંગ કરવા માંગણી કરી છે ભેરાઇ ના પ્રતિનિધિ શ્રી કમલેશ ગોસ્વામીએ જણાવ્યું કે આ વિસ્તારમાં હવે વરસાદ ખમૈયા કરે તો સારું મીઠાપુરથી શ્રી અમરુભાઇ બારોટે જણાવ્યું કે મોસમનો કુલ 35 ઇંચ વરસાદ પડતાં આ વિસ્તારમાં લીલા દુકાળ જેવી સ્થિતિ નિર્માણ થશે. દુધાળા ગામના અમારા પ્રતિનિધિ ભયલુ ભા વરુ કે હાઈવે ઉપર પાણી ફરી વળતા તે પાણી નિકાલ થતાં મોટા વાહનો અવારનવાર રસ્તામાં ખૂંચી જાય છે હિંડો રણ ગામ ના પ્રતિનિધિ શ્રી વિપુલભાઈએ જણાવ્યું કે નવા પુલ ની કામગીરી ક્યારે પૂરી થશે અવાર નવાર નદીનું પાણી છોડવામાં આવે છે પણ જાણ કરવામાં આવતી નથી રાજુલા એસટી ડેપો પોઇન્ટમાં વિસ્તારના અમારા પ્રતિનિધિ શ્રી બાલાભાઈ ભટ્ટે જણાવ્યું કે કોરાણા ને ધ્યાનમાં લઇ મોટાભાગની ગામડાંની બસો બંધ છે તે તાત્કાલિક શરૂ કરવી જોઇએ જેથી ગ્રામ્ય વિસ્તારના લોકો ઘરે બેઠા અખબારો મળી શકે અને વાંચી શકે અને એસટી આરોગ્યના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે જેથી ગ્રામ્ય વિસ્તારના રૂડો તાત્કાલિક શરૂ કરવા જોઈએ

વડિયા,
વડિયા સુરવો ડેમ સતત ઓવરફ્લો થતાં આજે ફરી ત્રણ દરવાજા 2 2 ફુટ ખોલવાની ફરજ પડી છે ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે વડિયા નો સુરવો ડેમ ઓવરફ્લો થયોવડિયા શહેર અને તાલુકાના અરજણસુખ,તોરી, રામપુર,નાજાપુર સહિત ના ગામોમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો હતો જેને પગલે વડિયા સુરવો ડેમ સતત ઓવરફ્લો વડિયા તેમજ તાલુકાના અનેક ગામોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ને સાવચેત રહેવા તંત્ર દ્વારા એલાઉસ કરવામાં આવેલ વડિયા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જોવા મળી રહ્યું છે વડિયા સુરવો ડેમ ઓવરફ્લો થતાં વડિયા ની સુરવો નદી મા ધોડાપુર આવ્યું વડિયા સુરવો ડેમ અને સુરવો નદી પર લોકો ને અવર જવર નહીં કરવા તંત્ર દ્વારા સુચનાઓ આપવામાં આવી છે તેમજ હજુ વરસાદ શરૂ હોવાથી નિચાણવાળા વિસ્તારોમાં થી સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી રહી છે.

રાજુલા,
અમરેલી જિલ્લાના દરિયાકિનારે આવેલા રાજુલા વિસ્તારમાં આજે 11 થી થી 3 વાગ્યા સુધીમાં ધીમીધારે ભારે વરસાદના કારણે શ્રીનગર વાઈટ હોટલ બાજુમાં તથા વોરા સોસાયટી તથા ગોકુલ નગર તથા ધારા સોસાયટી તથા શિક્ષક સોસાયટી આંબેડકર નગર તથા બાવળીયા ની વાડી ભેરાઈ રોડ તથા હવેલી ચોક તથા એસટી ડેપો વિસ્તાર રાજુલા શહેરમાં ઠેરઠેર પાણી ભરાયા હતા. આ વરસાદ આજે સવારથી ધીમીધારે વરસાદ વરસતો હોવાથી લોકો કોરા ના કારણે નહીં પણ વરસાદના કારણે ઘરે બેઠા હતા દર વર્ષે વરુણદેવને રીઝવવા માટે વેપારીઓ દ્વારા હવન કરવામાં આવતો હતો તેમ હવે આ વર્ષે વરસાદ બંધ કરવા માટે હવન કરવો પડશે થશે તેવી સ્થિતિ નિર્માણ થઈ હોવાની વાત વેપારીઓમાં સરસાઈ છે. સાસ બંદર સરપંચ કાનજીભાઈ જણાવ્યા મુજબ દરિયાકિનારે ત્રણેક ઈંચએક કલાકમાં વરસાદ પડયો હોવાના અહેવાલ જણાવેલ છે.

બગસરા,
બગસરા ના મૂંજ્યસર ડેમની કુલ સપાટી 24 ફૂટનીછે ત્યારે બગસરા પંથકના ઉપરવાસના વિસ્તારમા સર્વત્ર સારો વરસાદ પડતાં તે વરસાદના પાણી મુંજયાસર ડેમમાં આવતા ડેમની સપાટી 23.6 એ પહોંચતા બગસરા સરકારી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો તેમજ નદી તટની આસપાસના વિસ્તારના લોકોને ચેતવણી જાહેર કરી છે અને બગસરાની નદીમાં ભારે પુર પણ આવી શકે છે તેવા વિસ્તારો તેમજ બેઠા પુલો પર થી વાહનો ની અવર જવર કરતા વાહનોને સાવચેત રહે તેવું એલર્ટ જાહેર કર્યું છે આ બાબતે બગસરાના મૂંજ્યાસર ડેમના એસ.ઓ. પુલકિતભાઈ કમલ સાથે વાત કરતા હાલમાં ડેમની સપાટી 23.6 એ પહોંચીછે બગસરા મુંજયાસર ડેમની કેપેસિટી 24 ફૂટનીછે તો આ અગાવ 2009 માં એટલે કે 11વર્ષ પૂર્વે ડેમ ભરાયો હતો અને આ ડેમ અત્યાર સુધીમાં 1983 ની હોનારત બાદ બીજી વાર વરફલો થવા જઈ રહ્યોછે તેમજ બગસરા મામલતદાર આઈ.એસ.તલાટ સાહેબ સાથે વાત કરતા પૂરતા પ્રમાણમાં પગલાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ સમય સુચકતા પ્રમાણે ની ટિમો ત્યાર રાખવામાં આવેલ છે તેમ જણાવેલ આમ મુંજયાસર ડેમ ઓવરફલો થતા બગસરાની તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશી જોવાય રહે છે અને આવતું વર્ષ સારું રહેશે તેવી લોક મુખે ચર્ચાઓ ચાલી રહી છે આ લખાય રહ્યું છે ત્યારે ડેમ ઓવરફલો થઈ પણ ચુક્યો હશે કેમકે ઉપરવાસ માં હજુ વરસાદ શરૂ છે અને પાણીની આવક પણ થઇ રહીછે અત્રે ઉલેખનિય છેકે આજથી પાંચ વર્ષ પહેલાં એટલે કે 2015 24 જૂન માં બગસરા શહેર તેમજ ગ્રામ્યવિસ્તારોમાં પાણી પ્રલય આવેલ અને અનેક લોકો બેઘર બની ગયા અને વેપારીઓની દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા ત્યારે આ મુંજયાસર ડેમ ત્રણ ફૂટ ખાલી રહ્યો હતો.

લીલીયા,
લીલીયાના ઉપરવાસના ગામોમાં ભારે વરસાદને કારણે લીલીયાની નાવલી બજારમાં ઘોડાપુર આવતા દુકાનોમાં પાણી ઘુસી ગાય હતા સવારથી જ ધોધમાર વરસાદ પડતા પાણી પાણી થઇ પડયું હતું.
સતત વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાઇ રહેતા જીવાંતના ઉપદ્રવ સાથે મોલાતો પીળી પડવા લાગી છે. અને હવે જો વરસાદ વધુ આવે તો ખેડુતોને મોઢે આવેલ કોળીયો ઝુંટવાઇ જાય તેવી શક્યતાઓ છે.
લાઠીના અકાળામાં ધીમીધારે દોઢ ઇંચ, અનીડામાં બે ઇંચ વરસાદ પડતા વોંકળાઓ ઉભરાયા હતા. સાવરકુંડલાના આંબરડીમાં માત્ર હળવા ભારે ઝાપટાઓ પડયા હતા. બાબરા શહેર અને પંથકમાં ગત રાત્રીથી આજે બપોર સુધીમાં બે થી અઢી ઇંચ જેવો વરસાદ પડયો છે. ભારે વરસાદ પડવાથી નદી નાળા અને ચેકડેમો છલોછલ ભરાયા છે. ચિતલમાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડતા નદી નહેરાઓ બે કાંઠે વહયા હતા. દામનગરમાં એક ઇંચ વરસાદ પડયો હતો. સારા વરસાદના કારણે કુંભનાથ તળાવ એક ફુટ ઓવરફલો થઇ રહયુ છે. ધારી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ ગીર પંથકમાં ધીમી ધારે એક ઇંચ વરસાદ પડયો હતો. દલખાણીયામાં એક ઇંચ વરસાદ પડયો હતો. સતત વરસાદના કારણે એક કાચુ પાકુ મકાન ધરાશાયી બન્યુ હતુ. ડેડાણમાં છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણથી ચાર ઇંચ જેવો ધોધમાર વરસાદ પડયો હતો. લાઠી શહેર અને પંથકમાં દોઢથી બે ઇંચ જેવો સારો વરસાદ પડયો હતો. ઉપરવાસના ભારે વરસાદથી ગાગડીયો નદી બે કાંઠે વહી હતી. લીલીયાના હાથીગઠમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડતા સ્મશાન વિસ્તાર નજીક આવેલા ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરના પાળાઓ ધોવાયા હતા. અને ભારે વરસાદથી ગામના ત્રણેય તળાવો સતત ઓવરફલો થઇ રહયા છે. કુંકાવાવ પંથકમાં બે ઇંચ વરસાદ પડયો હતો. જ્યારે ખાંભા શહેર અને પંથકમાં અડધાથી એક ઇંચ જેવો વરસાદ પડયો છે. ચલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 24 કલાક દરમિયાન 3 થી 4 ઇંચ જેવો વરસાદ પડતા નદી નહેરાઓ વહેતા થયા છે. અમરેલી તાલુકાના ખારાપાટ વિસ્તારના ફતેપુર, ચાંપાથળ, વિઠલપુર, પીઠવાજાળ, તરકતળાવ, ચક્કરગઢ, દેવળીયા, રાજસ્થળી, સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બેથી અઢી ઇંચ જેવો વરસાદ પડયો હતો. ફતેપુર ગામમાંથી પસાર થતી નદીમાં ભારે પુર આવ્યુ હતુ. અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 50 મી.મી, ખાંભા 14 મી.મી, ધારી 23 મી.મી, બગસરા 59 મી.મી, બાબરા 62 મી.મી, લાઠી 43 મી.મી, લીલીયા 90 મી.મી, વડીયા 98 મી.મી અને સાવરકુંડલા 22 મી.મી, વરસાદ નોંધાયો હતો. બાબરાના રામપરા અને મેલડી માતાજીનું તળાવ તેમજ કરીયાણા ડેમ ભરાયા હતાં. જ્યારે વડિયા શહેરમાં આજે ફરી ધોધમાર વરસાદ વરસતાં ચારે તરફ પાણી પાણી ભરાયાં વડિયામા સવારે હળવા ઝાપટાં બાદ અચાનક વિજળીના કડાકાભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થતાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા વડિયા પંથકના અરજણસુખ ગામે આંબેડકર નગરમાં પાણી ભરાયા તેમજ ગામના નવા પર સંપર્ક વિહોણા બન્યા વડિયા પંથકના તોરી રામપુર અરજણસુખ ઢુઢીયા પીપળીયા દેવળકી અનીડા સહીતના ગામોમાં પણ સારોએવ વરસાદ નોંધાયો હતો જોકે જોરદાર વરસાદ થી વડિયા જેતપુર સ્ટેટ હાઇવે બંધ થયો છે ત્યારે બીજી તરફ વડિયા ગોંડલ રોડ પર ઠેરઠેર પાણી ભરાયા છે ધોધમાર વરસાદથી જનજીવન ખોરવાયું હતુ તો બીજી તરફ વડિયા સુરવો ડેમ આજે પણ ઓવરફ્લો થતાં આજે પણ ત્રણ દરવાજા ત્રણ ત્રણ ફુટ ખોલવાની ફરજ પડી હતી. છેલ્લા પંદર દિવસથી ચિતલ અને જશવંતગઢ પંથકમાં મેઘાવી માહોલ છવાયો હતો. સુર્યના દર્શન થતા નહોતા પરંતુ મેઘરાજા મન મુકીને વરસતા નોતા પરંતુ આજે ગઇ કાલ રાતથી આ લખાય છે ત્યારે સાંજ સુધી 24 કલાકમાં આશરે પાંચેક ઇંચ જેટલો વરસાદ પડી જતા ચિતલ જસવંતગઢની ઠેબી નદીમાં બે કાંઠે પુર આવતા બે વર્ષ બાદ પહેલી વાર પુર આવતા પ્રજાજનો જોવા ઉમટી પડયા હતા. વળી આજુ બાજુના મોણપુર, રાંઢીયા, રીકડીયા, આંકડીયા, બળેલ પીપરીયા, વાવડી, ધરાઇ, ભીલા, ભીલડી, ઇંગોરાળા, શેડુભાર સહિતના અનેક ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ પડી જતા પંથકનાં લોકોમાં આનંદની લાગણી છવાઇ હતી. તેમજ ખેડુતો વર્ગમાં પણ હરખ છવાયો હતો.

રાણપર, 
બાબરા તાલુકાનાં રાણપર ગામે સવારે થી બોપર સુધી નો આતી બારે વરસાદ પડતા એક થી બે ઈંચ જેટલો વરસાદ પડતા દેવંગી નદી મા ઘોડા પુર આવીયુ હતું અને નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગઈ હતાં.

લોર,
જાફરાબાદ તાલુકાના લોર ગામોમાં સતત 15 દિવસ થી વરસાદ શરૂ હતો ખેતરો માં પણ શિરવાણા ફુટી ગયો છે અને કુવાઓ તો હવે પાણીથી સલકાઈલયા છે દરેક ખેડૂત ની માંગ છે.