કુંડલામાં ખાતરવાડીમાં શાકમાર્કેટની જગ્યા ફાળવવા માંગ કરતા શ્રી દુધાત

  • કુંડલામાં શાકમાર્કેટની જગ્યા ફાળવાય તો નગરપાલીકા આધુનિક માર્કેટ બનાવી આપશે : શ્રી પ્રતાપભાઇ દુધાત
  • બિલાડીના બચ્ચાની જેમ હેરાન થતા બકાલીઓની વ્હારે ચડતા ધારાસભ્ય

અમરેલી, નાવલીમાં બેસતા અને અવાર નવાર જગ્યા માટે બિલાડીના બચ્ચાની જેમ હેરાન થતા સાવરકુંડલાના બકાલીઓની વ્હારે ચડતા ધારાસભ્યશ્રી પ્રતાપ દુધાત દ્વારા કલેકટરને પત્ર પાઠવી કુંડલામાં ખાતરવાડીમાં શાકમાર્કેટની જગ્યા ફાળવવા માંગ કરી છે. શ્રી દુધાતે કુંડલામાં શાકમાર્કેટની જગ્યા ફાળવાય તો તેમની નગરપાલીકા આધ્ાુનિક માર્કેટ બનાવી આપશે તેમ પણ જણાવ્યુ છે.