કુંડલામાં દરેક માર્ગ ઉપર ટોરા ટોરા રાઇડ્સનો આનંદ અપાવશે

સાવરકુંડલા,
આ વખતે જન્માષ્ટમીના મેળા ઉપર કોરોનાને કારણે પ્રતિબંધ છે પણ સાવરકુંડલાના લોકો વિવિધ રાઇડની મજા કાયમી માણે છે અને આ વખતે તેમણે દરેક પક્ષના નેતાશ્રીઓને આમંત્રણ આપ્યુ છે રાઇડસનો લાભ લેવાનું.
સાવરકુડલા શહેરના મોટા ભાગના રસ્તાઓની હાલત દયાજનક, સાવરકુડલાની જનતાઓ દરરોજ રાઇડનો લાભ લઇ રહ્યા હોય તો આવી રોમાંચક રાઇડનો અનુભવ કરવા માટે સાવરકુડલાની જનતા એ તમામ પક્ષના નેતાશ્રીઓને આ રોમાંચક રાઇડનો સાવરકુડલાના વિવિધ વિસ્તાર જેવા કે નદીબજાર, જુના બસસ્ટેનડ, પોલીસસ્ટેશન થી જેસર રોડના ફાટક પાસે, મવા રોડસરકારી હોસ્પીટલ પાસે, ખાતરવાડી થી અમરેલી ગેઇટ , સત્નારાયણ માર્કેટ પાસે વિગેર અનેક વિવિધ રસ્તાઓ ઉપર આ રાઇડનો અનુભવ કરવા ટુ વ્હીલ અથવા ફોરવ્હીલમાં આવી આપના પરિવાર સાથે આ રાઇડનો અનુભવ કરવા હૃદયપુર્વક આમંત્રણ આપી રહ્યા છે.