અમરેલી,અમરેલી જિલ્લામાં નોંધાયેેલા આંતકવાદ વિરોધી ધારા ગુજસીટોકના ગુનામાં ફરાર ત્રણ આરોપીઓ પૈકીનો અશોક જયતાભાઇ બોરીચા પોતાના ગામ લુવારામાં ઝળકતા અમરેલીથી એસપીશ્રી નિર્લિપ્ત રાય ખુદ લુવારા ત્રાટકયા હતા અને પીસ્તોલ તથા ફુટેલા કાર્ટીસ સાથે બે શખ્સોને દબોચી લેવામાં આવ્યા હતા જો કે એવી પણ ચર્ચા ચાલી હતી કે પોલીસે નાશી રહેલા આરોપી અશોક જયતા ઉપર ફાયરીંગ કર્યુ હતુ પણ પોલીસ તંત્રએ આ વાતને સમર્થન આપેલ નહી
આ અંગેની પ્રાથમિક વિગત એવા પ્રકારની છે કે સાવરકુંડલાના લુવારા ગામના અશોક બોરીચા નામનો શખ્સ તથા નાની ધારીનો વનરાજ અને દોલતીનો શૈલેષ ગુજસીટોક ધારા હેઠળના ગુનામાં ફરાર છે ત્યારે ગઇ કાલે રાત્રીના લુવારા ગામે આવેલા અશોકે નશામાં દારૂની બોટલ ઉપર ફાયરીંગ કરતા અશોકના વાવડ અમરેલી પહોંચી ગયા હતા અને અમરેલીથી એસપીશ્રી નિર્લિપ્ત રાય, લોકલ ક્રાઇમ બ્રાન્ચના શ્રી કરમટા તથા એસઓજીના શ્રી મહેશ મોરી સહિતનો કાફલો લુવારા ત્રાટકયો હતો અને અશોક ત્યાંથી નાશી છુટયો હતો જ્યારે પોલીસે બે શખ્સોને દબોચી લીધા હતા અને તેની પાસેથી પીસ્તોલ તથા ફુટેલો કાર્ટીસ સહિતની વસ્તુઓ કબ્જે કરી હતી દરમિયાન ચર્ચાતી વિગત અનુસાર અશોકને પકડવા માટે પોલીસે ધાણીફુટ ગોળીબાર કર્યો હોવાનું પણ મનાય છે જો કે પોલીસ તંત્રએ ગોળીબારની વિગતોને નકારી અને ગઇ કાલ રાતથી લુવારા તથા આસપાસના તમામ વિસ્તારોમાં જોરદાર કોમ્બીંગ કરાઇ રહયુ હોવાનું જણાવ્યુ હતુ અને બે શખ્સોને હથિયાર સાથે દબોચી લેવામાં આવ્યા હોવાનુ જણાવ્યુ હતુ.પકડાયેલામાં મહેશ ઉર્ફે લાલો રફૈયા જાતે રાવળ રહે. બરવાળા ધંધ્ાુકા તથા મહેશ રાખૈયા રહે. નિંગાળા તાલુકો ગઢડાનો સમાવેશ થાય છે આ બંને પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનું પ્રાથમિક અહેવાલમાં બહાર આવી રહયુ છે.