અમરેલી,
સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલી વાડીમાં રહેતી એક 14વર્ષ ની ઉમરની સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી જનારા 22 વર્ષના યુવાનને સગીરાને ભગાડી તેની સાથે બળાત્કાર કરી શરીર સબંધ બાંધવા બદલ સાવરકુંડલાની એડીશનલ સેશન્સ કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદની સજા તથા 60 હજાર દંડ ફટકાર્યો છે.
આ કેસની વિગતો એવા પ્રકારની છે કે, ગત તા. 1-5-2020ના રોજ બપોરને ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે સાવરકુંડલાના અમરેલી રોડ ઉપર આવેલી જીતુભાઇ લાડવાની વાડીમાંથી જેસરના રાણી ગામનો 22 વર્ષનો યુવાન કિશોર ઉર્ફે કિસલો પરશોતમ વાળા એક 14 વર્ષ અને 5 મહીનાની સગીરાને લલચાવી ફોસલાવીને ભગાડી ગયો હતો અને તેણી સાથે તેણીની ઇચ્છા-અનિચ્છાએ બળજબરીથી ઉપલેટાના વાડલા ગામની મીલમાં અવારનવારશરીર સબંધ બાંધ્યો હતો.આ શખ્સને પોલીસ તંત્રની ગુમ થયેલાને શોધવાની ડ્રાઇવ દરમિયાન તા. 11-12-2020 પકડી પાડવામાં આવેલ હતો. ભોગ બનનારે કોર્ટ ને આપેલ નિવેદનમાં પોતાની ઉપર નાની હોવા નુ આરોપીને જણાવવા છતાયે આરોપીએ તેની ઉપર બળાત્કાર કર્યો હતો તેમ જણાવેલ.આ કેસ સાવરકુંડલાના એડીશનલ સેશન્સ જજ શ્રી ભુમિકાબહેન ચંદારાણા સમક્ષ ચાલી જતા અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી વિકાસ વડેરાની ધારદાર દલીલો તથા રજુ થયેલા પુરાવાઓને અંતે કોર્ટે આરોપીને પોકસોની કલમ 3(એ),4,5(એલ) અને 6 મુજબ અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદ અને 20 હજાર દંડ, આઇપીસી 376 2 એન અને 376 2 જે મુજબ દોષીત માની અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદ 15 હજાર દંડ તથા અપહરણની કલમ 363માં 5 વર્ષ અને 10 હજાર દંડ તથા આઇપીસી 366માં 10 વર્ષની સજા અને 15 હજાર દંડ ફટકાર્યો હતો દંડની રકમ ભોગ બનનારને આપવાનો આદેશ કર્યો