કુંડલામાં પોલીસ ઉપર હુમલો કરનાર બે શખ્સો પાસામાં ધકેલાયા

અમરેલી,કોરોના રોગચાળાની મહામારી દરમિયાન પોતાની ફરજ નિભાવતી પોલીસ ઉપર હુમલો કરનારા સાવરકુંડલાના બે અસામાજીકોને કલેકટરશ્રી આયુષકુમાર ઓક એ પાસામાં પુરવાનો હુકમ કર્યો છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી જિલ્લાનાં સાવરકુંડલામાં શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશી અને અશરફ હનિફભાઈ ડૈરૈયા નામના અસામાજીક તત્વોએ સાવરકુંડલા શહેર પોલીસ ઉપર ગત તા.05/04/2020ના રોજ રાત્રે હુમલો કરેલ હતો જેમા સાવરકુંંડલા ટાઉન પોલીસના કર્મચારી હે.કો ખોડાભાઈ ઉનડભાઈ ભાદરકા 2)હે.કો. કેતનભાઈ ડી. રાઠોડ 3)પો.કો.અનિલભાઈ વિનુભાઈ દાફડા ઉપર છરી તેમજ પથ્થર વડે હુમલો કરવામાં આવેલ હતો.
હુમલો કરનાર શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીએ છરી બતાવી પથ્થરો ફેંકી હુમલો કરેલ તથા અશરફ હનિફભાઈ ડૈરૈયાએ ગાળો આપી પથ્થરો ફેંકી હુમલો કરેલ હતો આ બન્ને સામે તા.05/04/2020 આઈ.પી.સી. કલમ 269, 270, 188, 353, 186, 504, 336, 114 તથા પેડીમક ડિસીઝ એક્ટ-1897ની કલમ 3 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કલમ 51 (એ) મુજબ સાવરકુંડલા ટાઉનમાં ગુન્હો રજીસ્ટર કરાયેલ હતો. દરમિાયન અમરેલી એલ.સી.બી. દ્વારા લોકડાઉન દરમ્યાન પોલીસ ઉપર હુમલો કરનાર અસામાજીક તત્વો સામે પાસા દરખાસ્ત તૈયાર કરેલ, જે અનુસંધાને કલેકટરશ્રી અમરેલીનાઓ દ્વારા પાસા અટકાયત હુકમ કરવામાં આવેલ. જેમા શાહનવાઝ ઉર્ફે બગી અબ્દુલભાઈ કુરેશીનને સ્પેશિયલ જેલ, પોરબંદર ખાતે તથા અશરફ હનિફભાઈ ડૈરૈયાને પાલરા, ભુજ ખાતે મોકલી દેવામાં આવેલ.