કુંડલામાં રવિવારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલની સભા

અમરેલી,

કેન્દ્રમાં સરકાર દ્વારા નવ વર્ષ પુરા થતા નક્કી થયા મુજબ 30મે થી 30 જુન દરમિયાન લોકો સુધી સરકારની સિધ્ધીઓ અને કરેલી કામગીરી પહોંચાડવા નક્કી થયા મુજબ લોકસભા બેઠક વિસ્તારની એક જાહેર સભા યોજવા નિયત થયેલું તે મુજબ કાર્યક્રમનાં અંતિમ દિવસે એટલે કે, રવિવારે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની જાહેર સભા સવારે 9 કલાકે સાવરકુંડલા માર્કેટયાર્ડ ખાતે યોજાશે. આ સરભામાં રાજ્યનાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ તથા શ્રી ગોરધનભાઇ ઝડફીયા સહિત આગેવાનો ઉપસ્થિત રહી સંબોધન કરશે. મુખ્યમંત્રીશ્રી સીધા જ સાવરકુંડલા હેલીપેડ ખાતે આવે તેવી વ્યવસ્થા ગોઠવા રહી છે તેમ ભાજપનાં સુત્રોમાંથી જાણવા મળ્યું છે.