કુંડલામાં વાહન ચોરીમાં બે વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

અમરેલી,
અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બળરામભાઇ પરમાર તથા હેડ કોન્સ શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદીપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા લોકરક્ષક રાઘવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા ચોક્કસ બાતમી આધારે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફ.ગુ.ર.નં.59/18 IPS ક.379 વિ. મુજબના મોટર સાઇકલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ હરેશભાઇ કેશુભાઇ સોલંકીને તા.10/06/2020 ના રોજ સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામનગર પાસેથી પકડી પાડેલ છે.