કુંડલામાં શ્રી મહેશ કસવાળા દ્વારા આયુષ્યમાન કાર્ડનો મેગા કેમ્પ

સાવરકુંડલા,
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 73 માં જન્મદિવસને સેવા પખવાડિયા તરીકે ઉજવવાના કાર્યક્રમના ભાગરૂપે સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઇ કસવાળાએ સાવરકુંડલા ખાતે અટલ ધારા કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો હતો ને સાવરકુંડલા લીલિયા વિસ્તારના છેવાડા ના ગામડાઓ માંથી મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉમટી પડ્યા હતા સાવરકુંડલા ના મામલતદાર, ડી.વાય.એસ.પી., ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ને કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય સંત શિરોમણી ભક્તિ બાપુના વરદહસ્તે કરીને કેન્દ્ર સરકારની પરિવારને નિશ્ચિંત કરી આપતી આયુષ્યમાન કાર્ડની યોજનાનો લાભ છેવાડા વ્યક્તિ સુધી પહોંચે તેવા ધ્યેયને સાર્થક કરવાના મજબૂત ઇરાદા અને વિચરતી અને પછાત જાતિના અમુક વ્યક્તિઓના રેશનિંગ કાર્ડ, આવકના દાખલાઓ, જન્મના દાખલાઓ નથી માત્ર આધારકાર્ડ છે એવા વ્યક્તિઓ માટે પણ અમરેલી કલેકટર જોડે ચર્ચા વિચારણા કરીને ભારતીય નાગરિક હોવા છતાં સાવ પછાત અને વિચરતી જાતિના વ્યક્તિઓ પ્રત્યે દરેક સરકારી લાભો મળી રહે તેવું આયોજન કરવાનો ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ જણાવ્યું હતું સાંસદ નારણભાઈ કાછડીયા અને મહેશભાઈ કસવાળા ની ધારાસભ્ય તરીકે ના આવા માનવ સેવા ના પ્રયાસોને તમામ વિધાનસભામા કરવા જોઈએ તેવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો સાથે આજ સુધી આવિસ્તારના આયુષ્યમાન કાર્ડ થી વંચિત લોકો ને લાભ લેવા આગ્રહ કાર્યો હતો જ્યારે બે દિવસ સુધી આ આયુષ્યમાન કાર્ડ અને આવકના દાખલા અંગેના કેમ્પ બે દિવસ સુધી રહેશે ને શહેર સાથે દરેક છેવાડાના ગામડાના વ્યક્તિઓ ઘર બેઠા ગંગા સમાન આ કેમ્પ નો લાભ લે તેવો અનુરોધ અટલ ધારા કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો હતો.