અમરેલી,રાજયમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની પાંચ દિવસની આગાહીને પગલે અમરેલી જિલ્લામાં બગસરા અને વડીયામાં ધોધમાર વરસાદ પડયા બાદ બીજા દિવસે અમરેલી જિલ્લામાં છુટીછવાઇ મેઘસવારી ગાજવીજ સાથે શરૂ રહી હતી.ખાંભા અને રાજુલામાં અડધો ઇંચ વરસાદ બપોર બાદ પડયો હતો જયારે અમરેલી તાલુકાના સોનારીયા, લાપાળીયા, ગોખરવાળા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં બાદ ધોધમાર વરસાદ પડી જતા લોકોએ ઉકળાટમાંથી રાહત મેળવી હતી બાબરા તાલુકાના ચમારડી ગામે પણ આજે સાતમના દિવસે બપોર બાદ મેઘરાજા મહેરબાન થયા હતા અને સારો વરસાદ પડતા બજારોમાં પાણી વહેતા થયાનું પરેશ રાઠોડની યાદીમાં જણાવાયું છે.શ્રાવણની શરૂઆત થી ફરી સાવરકુંડલા તાલુકામાં વાતાવરણ માં પલ્ટો આવેલ. બપોરના 3 થી 4 એક કલાકમાં 1 ઇંચ જેટલો કડાકા-ભડાકા સાથે વરસાદ વરસી ગયેલ. ધોધમાર વરસાદથી રસ્તાઓ પણ પાણી વહેતુ થયેલ