કુંડલામાં 1 કરોડ 40 લાખ 44 હજાર 568 રૂપિયાનો વેરો વસૂલાયો

સાવરકુંડલા , સાવરકુંડલા નગરપાલિકા દ્વારા 60 દિવસમાં એક કરોડ 40 લાખ 44 હજાર 568 રૂપિયાની વેરા વસૂલાત કરી હતી સાવરકુંડલા નગરપાલિકા ભાજપનું શાસન આવતાં જ વિકાસના કામ વેરા વસુલાત મને પૂરજોશમાં ચાલી રહ્યું છે.સઘન વેરા વસૂલાત ઝુંબેશ કરતા નગરપાલિકા દ્વારા કેટલા આકરા પગલાં ભરવામાં આવ્યા છે જેમાં 80 જેટલા નળ કનેકશનો કાપવામા આવ્યા છે તેમજ 51 મિલકત ધારકો ની મિલકત જપ્તીની ચેતવણી આપવામાં આવી છે આ પગલાને કારણે સાવરકુંડલા શહેરમાં જે નાગરિકો વેરો નથી ભરતા તેઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અત્યાર સુધીમાં નગરપાલિકાઓના શાસકો દ્વારા વેરા વસુલાત ની કામગીરી શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને નગરજનોએ નગરપાલિકાની હાઉસટેક્સની સમગ્ર ટીમને બિરદાવી છે અને અભિનંદન પણ આપ્યા છે.