કુંડલા કોરોનાનાં જવાળામુખી ઉપર : વધુ બે પોઝિટિવ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાની આગેકુચ શરૂ રહી છે આજે કોરોનાના જવાળામુખી ઉપર બેઠેલા સાવરકુંડલામાં બે સહિત કુલ ચાર પોઝિટિવ કેસ આવ્યા હતા અને સાવરકુંડલાના જ વધ્ાુ ત્રણ સહિત કુલ આઠ શંકાસ્પદ દર્દીઓ સારવારમાં આવ્યા છે.
બુધવારે જિલ્લામાં ચાર કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા જેમાં લાઠીના અમદાવાદથી આવેલા 67 વર્ષીય વૃધ્ધ અને તેના 39 વર્ષના પુત્ર પોઝિટિવ આવ્યા હતા જ્યારે લોકલ ટ્રાન્સમિશનને કારણે સાવરકુંડલાના 57 વર્ષના પુરૂષને રાજકોટ દાખલ કરાયા હતા જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ ઉપરાંત સાવરકુંડલામાં 83 વર્ષના પુજનીય અને આદરણીય સંત પણ સંક્રમિત હોવાનું અને હાલ અમદાવાદ સારવારમાં હોવાનું બહાર આવ્યુ છે.સાવરકુંડલામાં અમદાવાદ અને રાજકોટની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા એક વેપારી સંક્રમિત આવ્યા બાદ તેના સંપર્કમાં અનેક લોકો આવ્યા હતા અને તેની સાથે રહેલા કુંડલાના સેવાભાવી આગેવાન પણ કોરોનાની ઝપટે ચડયા હતા અને આ બંને જેના દર્શને ગયા હતા તે 83 વર્ષના વંદનીય સંત પણ સંક્રમિત થતા ચિંતાની લાગણી ફેલાઇ છે અને સાથે સાથે બીજી ચિંતા એ પણ ફેલાઇ છે કે આ સંતના દર્શને અનેક લોકો ગયા હતા જેના કારણે સાવરકુંડલામાં માનવ મંદિરના સંત શ્રી ભક્તિરામબાપુ દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકો સ્વયં જાગૃતી રાખે અને જો તે કોરોના પોઝિટિવને મળ્યા હોય તો તંત્રને જાણ કરી કવોરન્ટાઇન થાય અને બીજાને પણ બચાવે સાવરકુંડલામાં હાલના સંજોગોમાં લોકલ ટ્રાન્સમિશનનો મોટો ભય છે જો અઠવાડિયામાં વધ્ાુ કેસ ન આવે તો તેને ચમત્કાર ગણી શકાય.હવે કોરોનાનાં શંકાસ્પદ દર્દીમાં ઉતરોઉતર વધારો થઇ રહયો છે આજે બુધવારે એક સાથે આઠ દર્દીઓ દાખલ થયા છે જેમાં કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી વગરના ત્રણ તો સાવરકુંડલાના છે સાવરકુંડલાના પેટ્રોલપંપ પાસે 25 વર્ષની યુવતી, જેસર રોડે ગીતાંજલી સોસાયટીમાં 2 વર્ષની બાળકી, જૈન દેરાસર શેરીમાં 12 વર્ષનો બાળક તથા લાઠીમાં બગીચા પ્લોટ વિસ્તારના વિદ્યાસભા કવોરન્ટાઇનમાંથી આવેલ 78 વર્ષના વૃધ્ધ અમરેલીના મોણપુર ગામના 36 વર્ષના મહિલા, જાફરાબાદના મફત પ્લોટમાં રહેતા તા.9 ના આફ્રિકાથી અમદાવાદ અને ત્યાંથી પ્રાઇવેટ વાહનમાં જાફરાબાદ આવેલ 48 વર્ષના આધ્ોડ બગસરાના લુંઘીયામાં તા.19 સુરતથી આવેલ 46 વર્ષના આધ્ોડ અને ક્રાંકચના 25 વર્ષના ડોકટરને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરી સેમ્પલ લેવાની પ્રક્રિયા હાથ ધરી છે.