અમરેલી વિજ સર્કલની કોર્પોરેટ ડ્રાઇવ યોજાતા સાવરકુંડલા, રાજુલા, ખાંભા વિસ્તારમાં વિજ ચેકીંગ હાથ ધરાાયુ હતુ જેમાં ખાંભા અને સાવરકુંડલા ગ્રામ્યમાં 423 જોડાણો ચેક કરી 79 માં રૂા.11.74 લાખની ગેરરિતી પકડી પાડી હતી એ જ રીતે સાવરકુંડલા શહેર અને રાજુલા શહેરમાં 26 ટીમોએ ત્રાટકી 389 જોડાણો ચેક કર્યા હતા તેમાં 44 જોડાણોમાં રૂા.603 લાખની ગેરરિતી ઝડપી લીધી હતી. કુલ 55 ટીમોએ 812 જોડાણો ચેક કરી કુલ 71.77 લાખની વિજ ચોરી ઝડપી લેતા વિજ ચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો .