કુંડલા ખુન કેસમાં ત્રણને આજીવન, એકને દસ વર્ષની કેદ

અમરેલી,
સાવરકુંડલામાં પાણી ઉડાડવા જેવા સામાન્ય પ્રશ્ર્ને થયેલી ગંભીર મારામારીમાં બે જુથ વચ્ચે થયેલી અથડામણમાં હત્યાના કેસમાં ત્રણ આરોપીને આજીવન અને એકને દસ વર્ષની કેદ તથા સામે પક્ષે હત્યાના પ્રયાસમાં એક આરોપીને દસ વર્ષની કેદ સાવરકુંડલાની કોર્ટે ફટકારી અને કાયદો હાથમાં લેનારને દાખલારૂપ સજા ફટકારી છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે 2014 ની સાલમાં સાવકુંડલામાં મહોરમ દરમ્યાન ન્યાજ કાર્યક્રમ રાખેલ તે વખતે જમીલાબેન યુસુફભાઈ કુરેશીના દિયર રાજુભાઈને ઈસ્માઈલ હાસમભાઈ ચૌહાણ,સાજીદ ગફારભાઈ ચૌહાણ,અલારખ ઉર્ફે,રાજુ હસમભાઈ ચૌહાણ ,તલવાર અને છરી વડે જીવલેણ ઘા મારી મોત નિપજાવેલ જયારે સામાપક્ષે અલારખ ઉર્ફે રાજુભાઈ હાસમભાઈ ચૌહાણને ઈસુફ કરીમભાઈ કુરેશી,સલીમ કરીમભાઈ કુરેશી, હુસેન ઉર્ફે રાજુ કરીમભાઈ કુરેશી ,આસુબેન કરીમભાઈ કુરેશી,જમીલા બેન યુસુફભાઈ કુરેશી ,સબાનાબેન સલીમભાઈ કુરેશીએ ભત્રીજા વસીમ ગફારભાઈને ગાળો બોલી તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરી ઈજા કરેલ. સાવરકુંડલા પોલિસ મથકમાં 307 અને 302 મુજબ ગુનો દાખલ થયેલ.
ઉપરોકત ગુનામા સાવરકુંડલાના એડીશનલ સેશન્સ જજ શ્રી ભુમિકાબેન ચંદારાણા સમક્ષ કેસ ચાલી જતા 302ના ગુનામા આરોપી ઈસ્માઈલ હાસમભાઈ ચૌહાણ ,સાજીદ ગફારભાઈ ચૌહાણ ,અલારખ ઉર્ફે રાજુ હાસમભાઈ ચૌહાણને અધિક જિલ્લા સરકારી વકીલશ્રી મમતાબેન ત્રિવેદીની દલીલોને ગ્રાહય રાખી આજીવન કેદ રૂ/-15,000 દંડ તેમજ ઈસ્માઈલ હાસમભાઈ ચૌહાણને 307 માં 10 વર્ષની કેદની સજા અને રૂ/-10,000 દંડ ફટકાર્યો હતો.
307 ના ગુનામા સાવરકુંડલાના અધિક જિલ્લા સરકારી વકીલશ્રી વિકાસભાઈ વડેરાની દલીલોને ગ્રાહય રાખી આરોપી યુસુફ કરીમભાઈ કુરેશીને 10 વર્ષ સખત કેદ અને રૂ/-10,00 દંડ કરેલ છે જે અપીલ સમય પુર્ણ થતા ફરિયાદીને ચુકવી આપવા હુકમ કરેલ છે.