અમરેલી,
શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ,ભાવનગરએ સમગ્ર ભાવનગર રેન્જના જિલ્લાઓમા શરીર સબંધી ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને અત્રેના સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં તા.18/10/2023 ના રોજ એ પાર્ટ ગુ.ર.નં.0359/2023 120એ કલમ 376(2)(જે)(એન),376(3),506(2) તથા પોકસો કલમ 4,6,8,10,18 તથા જી.પી.એકટ કલમ 135 મુજબનો ગુનો રજી.થતા મે.જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહએ આ કામનો ગુનો કરનાર આરોપીને પકડી કડક કાર્યવાહી કરવા સુચના કરતા મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા ના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ ત.ક.અધિ.શ્રી પી.એલ.ચૌધરી તથા પો.સબ.ઇન્સ આર.એલ.રાઠોડ તથા સર્વેલન્સ ટીમ દ્વારા સદરહુ ગુનાના નાસતા ફરતા આરોપીને હયુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સથી આરોપી અજીત ઉર્ફે ડોઘલ કીશોરભાઇ પરમાર રહે.ગોરડકા તા.સાવરકુંડલા જી.અમરેલીને ગણતરીની કલાકોમા પકડી પાડી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ.