કુંડલા ડીવીઝનમાં 175 પોલીસ કર્મચારીનું ફુટ પેટ્રોલીંગ

અમરેલી,

અમરેલી જિલ્લામાં શરીર સબંધી ગુનાઓ, મિલ્કત સબંધી તથા અવારા તત્વો દ્વારા શાળા કોલેજ આસપાસ બનતા છેડતી, પજવણીનાં બનાવો અટકાવવા અને ચોરી કરવાની ટેવ વાળા હીસ્ટ્રીશીટરો એમસીઆર વાળા શખ્સોને ચેક કરવા અમરેલીનાં એસપીશ્રી હિમકરસિંહની સુચનાથી સાવરકુંડલા વિભાગનાં નાયબ પોલી અધિક્ષક શ્રી એચ.બી.વોરાનાં માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડીવીઝનનાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે 16:30 થી 18:30 દરમિયાન ફુટ પેટ્રોલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વધ્ાુમાં વધ્ાુ અધિકારી, કર્મચારીઓને ફુટ પેટ્રોલીંગમાં નિકળવા સુચના અપાતા સાવરકુંડલા ડીવીઝન વિસ્તારનાં કુલ 12 પોલીસ સ્ટેશનનોનાં 3 પીઆઇ, 6 પીએસઆઇ તથા પુરૂષ પોલીસ કર્મચારી 137 અને મહિલા કર્મચારી 29 મળી કુલ 9 અધિકારી તથા 166 પોલીસ કર્મચારી દ્વારા સાવરકુંડલા ડીવીઝનનાં પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ શહેર તથા ગામડાઓમાં અસરકારક ફુટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું અને અગાઉ ચોરીનાં ગુનામાં પકડાયેલા શખ્સોને ચેક કરવામાં આવ્યાં