કુંડલા પાલિકા કર્મી પાસેથી 51 લાખની બેનામી મિલ્કત મળી

  • એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા શરૂ થયેલી કાર્યવાહીમાં રાજુ શેખવા સામે ચાલતી એસીબીની તપાસ દરમિયાન વધુ એક પર્દાફાશ
  • નગરપાલીકાના હાઉસ ટેક્સ ઇન્સપેકટર મનોજ ત્રિવેદી સામે એસીબીએ કરેલ તપાસમાં કરેલા ખર્ચ સામે રૂા.1 કરોડ ઉપરાંતનું રોકાણ બહાર આવ્યું
  • સીબીઆઇની ગાઇડલાઇન મુજબ કરાયેલી તપાસમાં 51 લાખ ઉપરાંતની અપ્રમાણસરની મિલ્કત મળી : એસીબીએ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો

અમરેલી,
લાંચ રૂશ્ર્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અંતર્ગત સરકારી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ગેરકાયદેસર સતાનો દુરપયોગ કરી પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સંપતિ એકત્રીત કરી આવકના પ્રમાણમાં વધ્ાુ સંપતિ એકત્રીત કરવાના ગુનાઓ શોધી કાઢવા ધરાયેલી ઝુંબેશમાં અગાઉ રાજુ શેખવા સામે થયેલી અપ્રમાણસર મિલ્કતની ફરિયાદની તપાસ દરમિયાન સાવરકુંડલા પાલીકાના હાઉસ ટેક્સ ઇન્સપેકટર મનોજ વિનોદરાય ત્રિવેદીની તપાસ કરાતા પગાર ભથ્થા વિગેરે કાયદેસરની આવકના પ્રમાણમાં ભ્રષ્ટ રિત રસમોથી કરોડોની મિલ્કતો સાધનો પોતાના અને પરિવારના નામે ખરીદ કરેલ હોવાના આક્ષેપો સાથે અરજી થતા એસીબીએ ધરેેલી તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવા બેંક ખાતા વિગેરેની માહિતી મેળવેલ અને નાણાકીય વિષ્લેષણ કર્યુ હતુ તેમાં કાયદેસરની આવકના સાધનોમાંથી 51 લાખ 6 હજાર 559 ની સામે રોકાણ ખર્ચ વિગેરે 1 કરોડ 2 લાખ 23 હજાર 143 પુરા થયેલ છે આમ 51 લાખ 16 હજાર 584 ની અપ્રમાણસર મિલ્કત વસાવ્યાનું જણાયેલ છે તે તેઓની કાયદેસરની આવકની સરખામણીમાં 101.13 ટકા જેથી વધુ છે તેમાં બેંક એકાઉન્ટમાં 9 લાખ 60 હજાર 350 ની રોકડ તથા જુદી જુદી બેંકોના એકાઉન્ટ અને લોન રીપેમેન્ટ જંગમ મિલ્કત ખરીદી સ્થાવર મિલ્કત તથા અન્ય ખર્ચ 69 લાખ 18 હજાર 664 રૂપીયાની રોકડ રકમ પોતાના નામે અને આશ્રીતોના નામે સ્થાવર જંગમ મિલ્કત ખરીદી ખર્ચ પેટે ચુકવણી કરેલ છે કુલ 78 લાખ 79 હજાર 14 રૂપીયાની રોકડ રકમ બેંક ખાતામાં ભરી હતી અને લોન ચુકવણી તથા ખર્ચ પેટે ચુકવેલ છે બેંક ખાતામાંથી આ પિરીયડના સમયગાળા દરમિયાન રોકડ રકમ 45 લાખ 74 હજાર 604 તથા અક્ષેપીતનાઓ દ્વારા બેંકમાંથી મેળવેલ લોનની રકમ ઉપાડ 21 લાખ 90 હજાર છે આમ કુલ 67 લાખ 64 હજાર 604 રૂપીયા રોકડ સ્વરૂપે મેળવેલ છે તે વિવિધ ભ્રષ્ટ રીત રસમો અપનાવી ભ્રષ્ટાચારથી નાણા મેળવી રોકાણ કર્યાનું પ્રાથમિક દ્રષ્ટિએ ફલીત થતા તપાસનીશ અધિકારી આન.એન. દવે, પી.આઇ. અમરેલી એસીબીએ સરકાર પક્ષે ફરિયાદી બની ભ્રષ્ટાચાર નિવારણ અધિ નિયમ નીચે ગુનો દાખલ કરેલ છે ઉપરોક્ત કેસ અંગે તથા અન્ય કોઇ સરકારી અધિકારી, કર્મચારીની અપ્રમાણસર મિલ્કતો તથા બેનામી મિલ્કતો જેવી કે ખેતીની જમીન, પ્લોટ, મકાન, ઓફીસ, દુકાન, વાહન, બેન્ક લોકર, બેન્ક એકાઉન્ટ વિગેરે તથા જેમના નામે બેનામી મિલ્કતો વસાવવામાં આવેલ છે તેવા શખ્સોની સચોટ અને વિસ્તૃત માહિતી અંગેની તથા સરકારી અધિકારી, કર્મચારીઓ દ્વારા કરવામાં આવતા મની લોન્ડરીંગ અંગેના વ્યવહારોની જાણ એસીબી કચેરીના ટોલ ફ્રી નં.1064, ફોન નં. 079-22860341/42/43, ફેક્સ નં. 079-22869228, ઇ મેઇલ, વોટસએપ નં. 9099911055 ઉપર મોકલી આપવા અથવા કચેરી સમય દરમ્યાન અત્રે રૂબરૂ પણ સંપર્ક કરવા જણાવાયુ છે.