કુંડલા પાસે કાર હડફેટે ઓળીયાનાં આધ્ોડનું મોત

અમરેલી,
સાવરકુંડલા તાલુકાના ચરખડીયા સાવરકુંડલા વચ્ચે આવેલ ગણેશ પેટ્રોલપંપ પાસે તા. 25-6 ના સવારે 9:30 કલાકે મગનભાઈ બચુભાઈ રાદડીયા અને તેમના પત્નિ સ્પ્લેન્ડર પ્રો.જી.જે. 05 એમ. એફ. 3050 લઈને બાઢડા ગામે પોતાના સંબંધીમા પ્રસંગમા જતા હોય તે દરમ્યાન ચરખડીયા અને સાવરકુંડલા વચ્ચે આવેલ ગણેશ પેટ્રોલપંપે પેટ્રોલ ભરાવી રોડ ઉપર આવેલ હતા. તે દરમ્યાન અમરેલી તરફથી એક ફોરવ્હીલ વરના કંપનીની કાળા કલરની જી.જે. 18 બી.જે. 7700 ના ચાલકે પુરઝડપે અને બેફીકરાઈથી ચલાવી બાઈક સાથે ભટકાવી ગંભીર ઈજાઓ કરી મગનભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મૃત્યું થતા તેમના ધર્મપત્નિ દ્વારા હૈયાફાટ રૂદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.108 દ્વારા ઈજાગ્રસ્ત ધર્મપત્નિ તથા મૃતક મગનભાઈને સાવરકુંડલા દવાખાને ખસેડવામા આવ્યા હતા અને બાઈક સાથે ફોરવ્હીલ અથડાવી મોત નિપજાવી ઈજા કરી સ્થળ ઉપર ગાડી મુકી ચાલક નાસી ગયાની પુત્ર અલ્પેશભાઈ મગનભાઈ રાદડીયાએ સાવરકુંડલા રૂરુલ પોલિસ મથકમાં ફરિયાદ