કુંડલા પાસે ફાયરીંગની રમઝટ : વોન્ટેડ અશોક ઝડપાયો

  • ગુજસીટોક સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ખુંખાર અપરાધીને પોલીસે પડકાર્યો 
  • અશોકે પોલીસ ઉપર બે ફાયરીંગ કર્યા પોલીસે પણ જવાબમાં ફાયરીંગ કર્યા 

અમરેલી,
સાવરકુંડલાના લુવારા ગામેથી 26મી જાન્યુઆરીએ અપરાધીને પકડવા ગયેલ પોલીસ અને અપરાધી વચ્ચે ફાયરીંગની રમઝટ બાદ પોલીસે ખુંખાર અપરાધી અશોક જયતાભાઇ બોરીચાને પકડી પાડયો હતો. આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, તા.10 થી 9 ફેબ્રુઆરી સુધી ફરાર આરોપીઓને પકડી પાડવા માટે પોલીસની ડ્રાઇવ શરૂ હોય અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ તંત્રની ટીમો બનાવી માર્ગદર્શન અપાયુ હતુ તે અંતર્ગત સાવરકુંડલાના લુવારા ગામે અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે. કરમટા, શ્રી પૃથ્વીપાલસિંહ મોરી, એસઓજીના પીએસઆઇ શ્રી મહેશ મોરી, સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી એ.પી. ડોડીયા તથા એલસીબી એસઓજી અને સાવરકુંડલા તાલુકા પોલીસની ટીમો દ્વારા થઇ રહેલી ચકાસણી દરમિયાન ગુજસીટોકનો ફરાર આરોપી અશોક જયતા ત્યાં છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે તેમને પડકાર્યુ હતુ આથી પોલીસ ઉપર તેમણે બે ફાયરીંગ કર્યા હતા જેની સામે પોલીસે પણ સામા ફાયરીંગ કરી અને તેને જીવના જોખમે પકડી પાડી તેની સામે હત્યાનો પ્રયાસ, આર્મસ એકટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે સાથે સાથે મોતના મસાલા જેવો ઘાતક હથીયારોનો મોટો જથ્થો પણ ફોર્ચુનર કાર સાથે કબ્જે કરાયો હતો.

પોલીસને અશોક પાસેથી શું શું મળ્યું ?

(1) એક વિદેશી બનાવટની પીસ્ટલ, મેડ ઇન યુએસએ
(2) એક દેશી બનાવટની રીવોલ્વર કિં.10,000
(3) એક દેશી હાથ બનાવટનો તમંચો કિં.1000
(4) એક દેશી હાથ બનાવટનો તમંચો, કિં.1000
(5) પીસ્ટલના જીવતા કાર્ટીસ નંગ 44, કિં.2200
(6) બાર બોરના જીવતા કાર્ટીસ નંગ-16, કિં.800
(7) પીસ્ટલની વધારાની મેગ્જીન નંગ-1, કિં.100
(8) ફોર્ચ્યુનર કાર રજી.નં.જીજે 01 કેડી 3444,
(9) એક મોબાઇલ ફોન કિં.500

અશોકની ક્રાઇમ કુંડળી

31 વર્ષની ઉમર, 32 ગુના
અશોક બોરીચા 18 ગુનાઓમાં વોન્ટેડ
લીસ્ટેડ હિસ્ટ્રીસીટર
પ્રોહીબીશન બુટલેગર
ટ્રીપલ મર્ડર, કાકાનું મર્ડર સહિત હત્યાના બે ગુના
ખુનની કોશીશના બે ગુના
મારામારીનો એક ગુનો
હથીયાર ધારાનો એક ગુનો
ગુજસીટોકનો એક ગુનો
ધાર્મિક લાગણી દુભાવવાનો એક ગુનો
બળજબરીથી મિલ્કત કઢાવવાનો ગુનો
કોર્ટના જાહેરનામા ભંગના બે ગુના
એપેડેમીક ડીસીઝ એક્ટ નો એક ગુનો
દારૂબંધી ભંગના 16 ગુનાઓ
18 ગુનાઓમાં વોન્ટેડ
સાવરકુંડલા, ધારી, જાફરાબાદ મરીન, લીલીયા, વંડાની પોલીસ શોધતી હતી

નેશનલ એવોર્ડ વિજેતા શ્રી કરમટાએ અશક્ય કામ પાર પાડયું 

અમરેલી,
જેનું નિશાન ક્યારેય ફગે નહી તેવા શાર્પ શુટર ગણાતા ઇંગ્લીશ દારૂના મોટા કારોબાર સાથે સંકળાયેલા અશોક બોરીચાને પકડવા માટે પોલીસ દ્વારા કેટલાય મહિનાઓથી મહેનત કરાતી હતી પરંતુ આખરે અમરેલીની ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે. કરમટા તથા સ્પેશ્યલ ઓપરેશન ગૃપના શ્રી મહેશ મોરી અને ક્રાઇમ બ્રાન્ચના પૃથ્વીપાલસિંહ મોરીની ટીમને મહિનાઓના ઉજાગરા પછી સફળતા મળી છે અને તેના માટે તેમના માર્ગદર્શક એવા એસપી શ્રી નિર્લિપ્ત રાયની દીર્ઘદ્રષ્ટિ અને કુનેહ કામ કરી ગઇ હતી.