કુંડલા માર્કેટયાર્ડની રસાકસી ભરી ચૂંટણીનું આજે પરિણામ

અમરેલી,
સાવરકુંડલા માર્કેટયાર્ડની ચુંટણીમાં પુર્વધારાસભ્ય કાળુભાઈ વિરાણી અને માર્કેટીંગયાર્ડના વર્તમાન ચેરમેન દિપકભાઈ માલાણી વચ્ચે પ્રતિષ્ઠાનો ચુંટણી જંગ ખેલાઈ રહયો છે.જેનો આજે મતદાન થતા ખેડુત વિભાગમાં અને વેપારી વિભાગમાં 90 ટકા ઉપરાંતનું મતદાન થયેલ છે. કાળુભાઈ વિરાણી અને દિપકભાઈ માલાણીની પેનલ સહિત કુલ 20 ખેડુત પેનલના ઉમેદવાર અને વેપારી વિભાગમાં પેનલના પાંચ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયેલ છે.સાવરકુંડલા માર્કેટીંગયાર્ડના વેપારી વિભાગની ચાર બેઠક સામે પાંચ ઉમેદવારો છે.જયારે ખેડુત વિભાગની દસ બેઠક માટે 20 ઉમેદવારો છે. આજે સવારના 9 થી સાંજના 5 સુધી મતદાન શરૂ થયું હતું. આજે સવારથી ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડુત મતદારો માર્કેટીંગયાર્ડની ચુંટણીમાં મતદાન કરવા પ્રાઈવેટ વાહનોમાં આવી રહયા હતા.ખેડુત વિભાગના મતદાન માટે યાર્ડમા બે બુથ ઉભા કરવામાં આવ્યા હતા.બંને બુથમા લાંબી લાઈનો લાગી હતી.ખેડુત વિભાગમાં 656 મતદારો સામે 611 થી વધ્ાુ મતદાન થયું હતું. જયારે વિભાગમાં 216 મતદારો સામે 197 નું મતદાન થયું હતું.આજે સવારે 11 કલાકે સાવરકુંડલાયાર્ડમાં મતગણતરી શરૂ કરવામાં આવશે. જે બાદ પરીણામ જાહેર કરવામાં આવશે. ચુંટણી અધિકારી તરીકે અમરેલી જીલ્લા રજીસ્ટ્રારશ્રી પટેલની ઉપસ્થિ તિમાં ચુંટણી યોજાઈ હતી. તેલીબીયા વિભાગમા અગાઉ ભાજપના બે ઉમેદવારો બિનહરીફ થયા હતા.