કુંડલા માર્કેટયાર્ડમાં ખર્ચાઓ પ્રશ્ર્ને સહકાર સચિવમાં રજુઆતથી ખળભળાટ

સાવરકુંડલા,
સાવરકુંડલા એપીએમસીમાં ગેરરીતિ કરીને થયેલા ભરતી કૌભાંડનો મામલો ચર્ચાના ચકડોળે ચડ્યો છે માર્કેટ યાર્ડના પેટા નિયમોની વિરુદ્ધ કરેલ હોવાની આશંકાએ વચ્ચે નામદાર હાઈકોર્ટના 9386 નંબરથી માં હાલ પેન્ડીંગ છે ત્યારે ફાચરીયા ના અંકુર રામાણી એ ફરી ગાંધીનગર નિયામક, સહકાર સચિવ અને નાયબ નિયામક અમરેલીને પત્ર પાઠવીને વધુ ભાંડા ફોડ કરીને એપીએમસીના ચેરમેન 29 મે 2023 થી વિદેશ પ્રવાસે હોય ને આજદિન સુધી પરત ફર્યા ના હોય ને પગાર બિલ, વાઉચર, ચેક માં શંકાઓ ઉદભવે તેવા કારનામા યાર્ડના ચાલુ સેક્રેટરી પર શંકાની સોય ઉઠે તેવી પત્ર પાઠવતા સહકારી ક્ષેત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. યાર્ડના ખાનગી સૂત્રો માંથી જાણવા મળતી માહિતી પ્રમાણે હાલ યાર્ડ ના ચેરમેન દીપક માલાણી 29 મે 2029 થી વિદેશ પ્રવાસે હોય અને વિદેશ પ્રવાસ વખતે હોદ્દાનો ચાર્જ સોંપ્યા વિના ગયેલા હોય ત્યારે 29 મે 2023 થી લઈને આજદિન સુધી યાર્ડ નાકૃષિ અને સહકાર વિભાગના અગ્ર સચિવને અંકુર રામાણીએ પત્ર પાઠવ્યો છે ત્યારે સૌથી મોટા ભરતી કૌભાંડમાં ઓછી આવૃતિ વાળા અખબારમાં જાહેરાત પ્રસિદ્ધ કરીને સાવરકુંડલા યાર્ડ માં સેક્રેટરીની ભરતી પ્રક્રિયા કવોલીફિકેશન અને ઉંમર એક “પોતીકા” ને લક્ષમાં રાખીને જાહેરાત આપવામાં આવી હોવા સહિતની અનેક રજુઆતો અને શંકાઓ 16 મે 2023 રોજ લેખિત પરીક્ષામાં ગેરરીતિ થયાની શંકાઓ વ્યક્ત કરીને અંકુર રામાણીએ 16 મે 2023 ના રોજ સિલેક્ટ કમિટીમાં યાર્ડના ચેરમેન દીપક માલાણી, વાઈસ ચેરમેન મનજી ભાઈ તળાવિયા, હિંમતભાઈ ગુર્જર, અશ્વિન માલાણી અને જિલ્લા રજિસ્ટ્રાર આમ પાંચ સભ્યોની કમિટી માંથી જિલ્લા રજિસ્ટ્રાર ગેર હાજર રહેલ અને કમીટીના સભ્યો અશ્વિન માલાણી અને દીપક માલાણી કે જેઓના કૌટુંબિક ભત્રીજા જતીન વી.માલાણી ને સિલેક્ટ કરીને ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ જણાતું હોવાનું પત્રમાં જણાવાયું છે. આ આખો ખેલ પાડવામાં યાર્ડનાં સેક્રેટરી રમેશ રાદડીયા પદડા પાછળ હોવાનું સહકારી જગતમાંથી જાણવા મળી રહ્યું છે ત્યારે છેક ગાંધીનગર સુધી પાઠવેલ પત્ર બાદ ગાંધીનગરથી ક્યારે દૂધ નું દૂધ ને પાણી નું પાણી કરશે કે કેમ તેને લઈને સહકારી નિષ્ણાતો કાગડોળે રાહ જોઈ બેઠા હોય તેવું લાગી રહ્યું છે