કુંડલા-રંઘોળા રોડનું શ્રી કસવાલા, શ્રી કાછડીયા દ્વારા ખાતમુહુર્ત

અમરેલી,

સાવરકુંડલા તાલુકાની ભૌગોલીક પરિસ્થીતીની જાણ કારી ધરાવતા ’’નામનો નહી પણ કામનો માણસ’’ એવા ઉત્સાહી ધારાસભ્યશ્રી મહેશ કસવાલા તથા જીલ્લાના 108 સાંસદશ્રી નારણભાઇ કાછડીયાએ સાવરકુંડલા તાલુકાના જુનાસાવર ગામે શેત્રુંજી નદીના પુલ કાંઠે રૂા.56 કરોડના માતબર રકમથી મંજુર થયેલ સાવરકુંડલા – રંઘોળા રોડનું ખાતમુહર્ત કર્યુ હતુ. લીમડાથી સાવરકુંડલાને જોડતા 56 કિલોમીટર લાંબા અને 7 મીટર પહોળા હાઇવેના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા 56 કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી, જે બદલ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો ખૂબ ખૂબ આભાર પણ માન્યો સાથે જ તાલુકાની જનતા માટે ભાવનગર અવર જવર કરવામાં ખુબજ સરળતા થશે અને કોન્ટ્રાકટરને પણ આ રોડ સત્વરે પૂર્ણ કરવા સુચના પણ આપવામાં આવેલ છે. વધુમા સાવરકુંડલા – રંઘોળા રોડના ખાતમુહર્ત પ્રસંગે જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ભાજપ સંગઠન પણ હાજર રહયુ જેમા, આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઇ સુતરિયા, સાવરકુંડલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જીતુભાઇ કાછડિયા, સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી જીવનભાઇ વેકરિયા, લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ભનુભાઇ ડાભી, જુનાસવર ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ કાનાણી, સાવરકુંડલા તાલુકા મહામંત્રી શ્રી ચેતનભાઈ માલાણી અને નીતિનભાઇ નગદીયા, લીલીયા તાલુકા ભાજપના મહામંત્રી શ્રી ગૌતમભાઈ વીંછિયા અને શ્રી જિજ્ઞેશભાઈ સાવજ, લીલીયા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કાનજીભાઇ નાકરાણી, બાંધકામ સમિતિના ચેરમેન શ્રી પુનાભાઇ ગજેરા, શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઇ દૂધાત, જિલ્લા પંચાયતના દંડક શ્રી લાલભાઇ મોર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાહુલભાઇ રાદડિયા, શ્રી ભીખાભાઇ ધોરાજિયા, અમરેલી જિલ્લા બેંકના વાઇસ ચેરમેન શ્રી અરૂણભાઇ પટેલ અને ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા