કુંડલા-રાજુલાના રોડનો વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા શ્રી અંબરીષ ડેર

અમરેલી,અમરેલી જિલ્લાના ઉદ્યોગો માટે ઘોરી નસ જેવા રાજુલા અમરેલી હાઇવેની બીસ્માર હાલતથી દરરોજ લાખોના ઇંધણનો બગાડથઇ રહયો છે ત્યારે કુંડલા-રાજુલાના આ રોડનો વિધાનસભામાં પ્રશ્ર્ન ઉઠાવતા શ્રી અંબરીષ ડેરે નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલને વિધાનસભામાં રજુઆત કરી હતી કે શુ સરકારને જાણ છે કે રાજુલાથી બાઢડા અને રાજુલાથી જાફરાબાદનો રસ્તો ખરાબ છે ? અને હોય તો શા માટે ખરાબ છે ? સરકારે તેના માટે શુ પગલા લીધા છે ?નવો માર્ગ કે સમારકામ કયારે થશે ? તેવો રાજુલાના ધારાસભ્યએ વેધક સવાલ પુછતા માર્ગ અને મકાન વિભાગનો સરકારમાંથી જવાબ પુછવામાં આવ્યો છે અને આ વિકાસશીલ સરકાર માટે શરમજનક બાબત એ પણ છે કે ધારાસભ્યએ વિધાનસભા માં આ પ્રશ્ર્ન મુકયો હોવા છતા તંત્રએ આ માર્ગ ઉપર થીગડા પણ માર્યા નથી.
લોકોના સેવક ગણાતા સરકારી અધિકારીઓને ઉપર સરકારનો કોઇ અંકુશ જ નહોય તેમ લોકો માટે ગંભીર અને સરકાર માટે આ સાવ સામાન્ય સમસ્યા માટે છેક વિધાનસભા સુધી સવાલો ઉઠાવવા પડે છે. હકીકતમાં વિધાનસભામાં આવ્યા પહેલા જ જો આવા પ્રશ્ર્નો જિલ્લા કક્ષાએ ઉકેલાઇ જતા હોય તો વિધાનસભામાં રાજયના વિકાસની બીજી ચર્ચા-વિચારણા થઇ શકે છે.