- ગંભીર રોગચાળો ફેલાય તે પહેલાં નગરપાલિકાના સત્તાધીશો સફાઈ કરશે ?
સાવરકુંડલા,
સાવરકુંડલામાં જેને આ ગંગાની ઉપમાં આપવામાં આવી છે તેવી નાવલી નદીમાં તંત્ર દ્વારા ઉંડી ઉતારવાનાં બહાને ભયંકર ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે પણ નાણાં ખાઇને પણ કમ ન કરતા હોય તેનો નમુનો સાવરકુંડલામાં જોવા મળે છે.
અહીંની સાવર અને કુંડલા વિભાગને જોડતી નાવલી નદીનાં કાંઠે અનેક ટ્રાવેલ્સ ઓફીસ પાસે ગટરગંગા વહેતી શરૂ થયેલ છે. ટ્રાફિકથી ધમધમતો એરિયામાં સફાઈની જરૂર છે. નગરપાલિકાના સત્તાધીશો આ સફાઈ કરવા માટે લેખિત રજૂઆતો કરેલ છે પણ પરિણામ આવેલ નથી.ટ્રાવેલ્સ ઓફિસોવાળાને તેમની ઓફિસે બેસવું મુશ્કેલ બનેલ છે. ગંભીર રોગચાળો ફેલાય તે પહેલાં સફાઈ નગરપાલિકાના સત્તાધીશો કરશે કે પછી મેરા ભારત મહાન.