કુંડલા-લીલીયા તાલુકામાં આરએન્ડબીનાં કામો શરૂ કરતા પહેલા અધિકારીની જવાબદારી નક્કી કરો : શ્રી દુધાત

  • નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવતા ધારાસભ્યશ્રી દુધાત

અમરેલી,
સાવરકુંડલા લીલીયા મત વિસ્તારમાં આરએનબી પંચાયતના નવા કામો શરૂ કરતા પહેલા જે તે અધિકારીની જવાબદારી નક્કી કરવા નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલને પત્ર પાઠવી ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતે કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે નવા કામો કરવામાં આવી રહયા છે તે તમામ સરકારની ગાઇડલાઇન વિરૂધ્ધ નબળી ગુણવતાના થતા હોય રસ્તાની ગુણવતા જળવાતી નથી એક બે વર્ષમાં જ રોડ હતો તેવી સ્થિતીમાં થઇ જવા પામે છે. જેને કારણે ફરી વખત બનાવવાની જરૂરત ઉભી થાય છે. તેમજ સરકારશ્રીની તીજોરી ઉપર પણ ભારણ વધે છે અને ધારાસભ્યની ઇમેજ ખરડાઇ રહી છે તેથી નવા કામો શરૂ કરતા પહેલા જવાબદારી નક્કી કરવા શ્રી દુધાતે જણાવ્યુ છે.