કુંભ રાશિ તેની નિશાનીની જેમ ભરેલા કુંભ જેવી છે પરંતુ અંદર શું ભર્યું છે તે તો પીરસવામાં આવે ત્યારે જ ખબર પડે!

મેષ (અ,લ,ઈ) : સ્ત્રીવર્ગએ સમજીને ચાલવું પડે,નિર્ણયમાં ઉતાવળ ના કરવી.
વૃષભ (બ,વ,ઉ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,આગળ વધી શકો.
કર્ક (ડ,હ) : આધ્યત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો,શુભ દિન.
સિંહ (મ,ટ) : માનસિક વ્યગ્રતા જણાય,મનનું ધાર્યું ના થાય,મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ) : મિત્રો સાથે બગડેલા સંબંધ સુધારી શકો, દિવસ આનંદદાયક રહે.
તુલા (ર,ત) : નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો,દિવસ એકંદરે સારો.
વૃશ્ચિક (ન,ય) : વિદેશ જવા ઇચ્છતા મિત્રો માટે સમય સારો રહે,કામગીરી આગળ વધે.
ધન (ધ,ભ,ફ,ઢ): પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઇ શકો,કામકાજ માં પ્રગતિ થાય.
મકર (ખ,જ) : તમારી અંદરની પ્રતિભા બહાર લાવી શકો,કાર્યમાં સફળતા મળે.
કુંભ (ગ,સ,શ ) : પરિવાર માં સુખ શાંતિ રહે,ઊંઘ આવવામાં પ્રશ્નો થતા લાગે.
મીન (દ,ચ,ઝ,થ): ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તેવી ઘટના બને.

નભોમંડળની 12 રાશિ પૈકી વૃશ્ચિક અને કુંભ રાશિ વધુ રહસ્યોથી ભરેલી છે. વૃશ્ચિક રાશિના જાતકોને સમજવા મુશકેલ છે વળી તેઓ બહુ ઊંડા મનના હોય છે અને ક્યારે શું કરશે તે તાગ મેળવવો અઘરો હોય છે તેની રાશિની નિશાનીની જેમ વેર ઝેર તરત ભૂલી શકતા નથી વળી ખુબ સારી આંતરિક શક્તિ ધરાવતા હોય છે અને રહસ્યમય બાબતોને પણ સમજી શકતા હોય છે. હાલ વૃશ્ચિક રાશિમાં થી કેતુ પસાર થઇ રહ્યા છે જે આ રાશિના જાતકોને વધુ રહસ્યમય બનાવે છે, એ જ રીતે કુંભ રાશિ તેની નિશાનીની જેમ ભરેલા કુંભ જેવી છે પરંતુ અંદર શું ભર્યું છે તે તો પીરસવામાં આવે ત્યારે જ ખબર પડે!!! હાલ આ રાશિ પનોતીમાં થી પસાર થઇ રહી છે વળી આ રાશિમાં ગુરુ મહારાજ આવ્યા છે. કુંભમાં ક્રૂર ગ્રહ બેસે ત્યારે આ કુંભ વિષ ભરેલો કુંભ બને છે જયારે શુભ ગ્રહ બેસે ત્યારે અમૃત કુંભ બને છે એ રીતે હાલમાં પનોતી હોવા છતાં પણ ગુરુ મહારાજ આ રાશિમાં મહેમાન બન્યા છે તે આ રાશિને અને રાશિ દ્વારા અમૃત આપી રહ્યા છે પરંતુ કુંભ રાશિ રહસ્યમય તો છે જ !! કે ક્યારે શું પીરસશે- તેની અંદર શું છે- હંમેશા એક પ્રશ્ન જ રહે છે.