કુકાવાવ,
મોટી કુકાવાવ ગામ પાસે અપાસરા શેરીમાં એનઓસી વગર અને એમઓયુ સાથે છેડછાડ કરી ખોટા એગ્રીમેન્ટથી રેસીડેન્સીયલ વિસ્તારમાં ગેરકાયદેસર મોબાઇલ ટાવર ધમધમી રહયા છે. ગ્રામપંચાયત અને તાલુકા પંચાયત તરફથી ઉપરોકત બંને ટાવરનોું સંચાલન કરતી બંને કંપનીને અત્યાર સુધીમાં પાંચ વખત નોટીસ આપી જવાબ રજુ કરવા જણાવેલ હોવા છતા જવાબ રજુ કરી શકયા નથી કે ખુલાસો કરી શકેલ નથી ટાવરવાળી જગ્યાાએ બિનજરૂરી કચરો, ઘાસના વેલા અને વૃક્ષો વધુ હોય તેથી રોગચાળો ફેલાવાનો ભય છે.બંને ટાવરોની વધુ પડતી હાઇટ તેમજ જનરેટરોનો ભયંકર અવાજ અને ઘોંઘાટ તેમજ એસીના પંખાના અવાજથી આસપાસના લોકોને નુકસાન થઇ રહેલ હોય.જેથી ગંદકી હટાવવા તથા તાકીદે અધિકાારીઓ દ્રારા સ્થળ વીઝીટ કરીને સત્વરે જવાબદાર અધિકાારીઓ ઉકેલ લાવે તેવી લોકોની માંગણી છે.અને જો કોઇ નિર્ણય નહિં આવે તો જનઆદોલન કરવામાં આવશે.