કુતિયાણા અને જામજોધપુરના ડુંગરમાં સફેદ કાળિયાર જોવા મળ્યું હતું. સફેદ કાળિયાર રાજા રજવાડાના સમયમાં જોવા મળતા હતા. મૃગ પ્રજાતીમાંથી આવતા કાળિયારનું એક અલભ્ય માદૃા મૃગ તસ્વીરમાં કેદ થયું છે. જે આખું સફેદ શરીર ધરાવે છે.
હજારો કાળિયારમાં આવું મૃગ ક્યારેક જન્મે છે. વર્ષો પછી આ વિસ્તારમાં જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું. કુતિયાણા અને જામજોધપુર વચ્ચેના ડુંગરાઓમાં વિચરતું કાળિયાર જોવા મળ્યું હતું. સામાન્ય રીતે જીવ શરીરમાં મેલેનીનના કણોની ઉણપને લીધે સફેદ રંગનું જન્મે છે.