કુલગામમાં એન્કાઉન્ટર: સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા

જમ્મુ કશ્મીરમાં આજે શનિવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સિક્યોરિટી દળો વચ્ચે અથડામણ થઇ હતી જેમાં બે અજાણ્યા આતંકવાદી ઠાર થયા હતા.
સિક્યોરિટી પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ કુલગામના ચીનીગમ વિસ્તારમાં આતંકવાદી છૂપાયા હોવાની માહિતી મળતાં સિક્યોરિટી દળો ત્યાં ધસી ગયા હતા અને આતંકવાદીઓને પડકાર્યા હતા. આતંકવાદીઓએ ગોળીબાર કરતાં સિક્યોરિટીએ જવાબી ગોળીબાર કર્યા હતા જેમાં બે આતંકવાદી ઠાર થયા હતા. આ લખાઇ રહૃાું હતું ત્યારે પણ સિક્યોરિટી અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર ચાલુ હતા.
અથડામણ હજુ ચાલુ હોવાથી માર્યા ગયેલા આતંકવાદીઓના મૃતદેહ પર કબજો મેળવી શકાયો નહોતો અને તેમની ઓળખ થઇ શકી નહોતી. અગાઉથી મળેલી બાતમીના આધારે પોલીસ અને સિક્યોરિટીએ આ ઓપરેશન હાથ ધર્યું હતું. આતંકવાદીઓ છૂપાયેલા હતા એ સ્થળે સિક્યોરિટી દળો પહોંચ્યાં હતાં અને આતંકવાદીઓને પડકાર્યા હતા.