કુલ સંક્રમિતો ૮૩,૧૩,૮૭૬, કુલ મોત ૧,૨૩,૬૧૧, રિકવરી રેટ ૯૨%

  • છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૨૫૪ નવા કેસ નોંધાયા,૫૧૪ લોકોના મોત
  • અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧,૨૯,૯૮,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયા

 

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૬,૨૫૪ નવા કેસ નોંધાયા છે. આ સાથે કોરોનાના કુલ કેસનો આંકડો ૮૩,૧૩,૮૭૭ થઈ ગયો છે. જેમાંથી ૫,૩૩,૭૮૭ લોકો હજુ સારવાર હેઠળ છે. જ્યારે ૭૬,૫૬,૪૭૮ લોકો સાજા થઈ ગયા છે. એક જ દિવસમાં કોરોનાથી ૫૧૪ લોકોના જીવ ગયા છે. દેશમાં કોરોનાથી થયેલા કુલ મૃત્યુનો આંકડો ૧,૨૩,૬૧૧ પર પહોંચ્યો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યા મુજબ દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ ૧૧,૨૯,૯૮,૯૫૯ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી ગઈ કાલે ૩ નવેમ્બરના રોજ ૧૨,૦૯,૬૦૯ સેમ્પલ ટેસ્ટ કરાયા.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા દરમિયાન દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૩૩૫૭ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. દેશમાં રિકવરી રેટ પણ સતત વધી રહૃાો છે જે રાહતની વાત છે. આ સાથે જ આ આંકડો વધીને ૭૬૫૬૪૭૮ સુધી પહોંચી ગયો છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે દેશભરમાં કોરોના વાયરસના એક્ટિવ કેસનો આંકડો ૫૩૩૭૮૭ સુધી પહોંચ્યો છે.

જ્યારથી ઠંડીની મોસમની શરૂઆત થઈ છે, ત્યારથી દરેક કોઈ એવુ જાણવા માંગે છે કે, શુ ઠંડીમાં કોરોનાના કેસ વધશે. એક લેટેસ્ટ રિસર્ચમાં આ સવાલનો જવાબ મળ્યો છે. ભારતીય અમેરિકન રિસર્ચર્સના નેતૃત્વમાં કરવામાં આવેલ એક રિસર્ચમાં દૃાવો કરવામાં આવ્યો છે કે, કોરોના વાયરસના સંક્રમણમાં તાપમાન કે હૃાુમિડિટીની કોઈ પ્રભાવી ભૂમિકા નથી. ઈન્ટરનેશનલ જનરલ ઓફ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ એન્ડ પબ્લિક હેલ્થમાં પ્રકાશિત રિસર્ચમાં સંકેત મળે છે કે, કોરોના વાયરસનુ સંક્રમણ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં સંક્રમણ સમગ્ર રીતે માનવીય વ્યવહાર પર નિર્ભર કરે છે, ગરમી કે ઠંડીની મોસમ પર નહીં.

દેશમાં ૧૬ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર વચ્ચે દરરોજ સરેરાશ ૯૦,૩૪૬ કેસો સામે આવ્યા, પરંતુ ૨૮ ઓક્ટોબર અને ૩ નવેમ્બર વચ્ચે પ્રતિદિન સરેરાશ ૪૫,૮૮૪ કેસો સામે આવ્યાં છે.

રિસર્ચ કરનારાઓએ જાણ્યું કે, મોસમ માત્ર એ માહોલને પ્રભાવિત કરે છે, જેમાં કોરોના વાયરસ કોઈ નવી વ્યક્તિને સંક્રમિત કરતા પહેલા જીવંત રહે છે. રિસર્ચમાં કહેવાયું કે, ઋતુઓ માણસના વ્યવહારને પ્રભાવિત કરે છે. જેનાથી વાયરસ એક વ્યક્તિથી બીજા વ્યક્તિને સંક્રમિત કરે છે.