કુશગ્રહણી અમાસ શનિવારે આવતી હોય શનિ અમાવસ્યા બને છે

તા. ૨૪.૮.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ વદ બારસ, પુનર્વસુ   નક્ષત્ર, વ્યતિપાત  યોગ, ગર   કરણ આજે સવારે ૬.૫૬ સુધી જન્મેલાંની  ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) ત્યારબાદ કર્ક (ડ,હ) .

મેષ (અ,લ,ઈ) : જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.
વૃષભ (બ,વ,ઉ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક મળે.
મિથુન (ક,છ,ઘ) :  આર્થિક બાબતોમાં મધ્યમ રહે,અન્ય બાબતો માં સારું રહે.
કર્ક (ડ,હ)            : તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા  રહે,સાંજ ખુશનુમા વીતે.
કન્યા (પ ,ઠ ,ણ) : આવક કરતા જાવક વધી ના જાય તે જોવું,હિસાબ રાખવો.
તુલા (ર,ત)  તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય) : ધ્યાન યોગ મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
ધન (ધ,ભ,ફ,ઢ ): સાંજ પછી નસીબ સાથ આપતું જણાય,મતભેદ દૂર કરી શકો.
મકર (ખ,જ) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
કુંભ (ગ ,સ,શ) :હિત શત્રુઓ થી સાવધ રહેવું,વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મીન (દ,ચ,ઝ,થ): પ્રણય માર્ગે આગળ વધી શકો,ગમતી વ્યક્તિ થી વાતચીત  થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

આગામી ૨૬ ઓગસ્ટને શુક્રવારે દર્શ અમાસ આવી રહી છે અને શનિવારે કુશગ્રહણી અમાસ આવી રહી છે.  કુશગ્રહણી અમાસ શનિવારે આવતી હોય શનિ અમાવસ્યા બને છે માટે તેનું સાધનાકીય મહત્વ વધી જાય છે. શનિ અમાવાસ્યા પર કરેલા અનુષ્ઠાન વિશેષ ફળદાયી રહે છે. ખાસ કરીને ગ્રહ પીડા અને પિતૃ પીડા માટે અને શનિ પીડા માટે આ વિશેષ સંયોગનો લાભ લઇ શકાય.  કુશ વિના કરવામાં આવેલી કોઈપણ પૂજા નિષ્ફળ માનવામાં આવે છે. તેથી જ પૂજા હોય ત્યારે પંડિત આપણને અનામિકા આંગળીમાં કુશ ની વીંટી પહેરાવે છે.  આખા વર્ષની પૂજા માટે આજના દિવસે જ કુશને એકત્ર કરવામાં આવે છે કુશ,દુર્વા દેવ અને પિતૃ બંનેના કાર્યોમાં ઉપયોગી હોય છે.  જન્મકુંડળીમાં જેમને શનિ, રાહુ અને કેતુ હેરાન કરતાં હોય, તેમણે દર અમાસે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી પૂજા કરવી જોઈએ. કુશગ્રહણી અમાસના દિવસે તીર્થસ્થાન, જપ અને વ્રત વગેરેમા જે શક્ય હોય તે અવશ્ય કરવું જોઈએ. શાસ્રમાં અમાસની તિથિને સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. આ દિવસે સર્વપ્રથમ ગણેશ પૂજન કર્યા પછી નારાયણ અને શિવ અને ઇષ્ટદેવની પૂજા કરવી જોઈએ. શ્રાવણ માસના અંતિમ દિવસને આપણે કુશગ્રહણી અમાસ તરીકે ઓળખીએ છીએ વળી આ જ દિવસે શનિવાર આવતો હોય અવકાશમાં થી આપણી સાધનાનું સુંદર પરિણામ પ્રાપ્ત થાય તેવા તરંગો આવતા હોય છે અને તેથી  જ આપણી જૂની પદ્ધતિ મુજબ અમાસના દિવસે કામ ધંધામાં રજા રાખી આપણે પવિત્ર જગ્યા, મંદિર કે નદીએ સ્નાન કરીએ છીએ અને ત્યારબાદ પિતૃઓને યાદ કરી જીવંત વડીલોની સેવા કરીએ છે અને સાથે મળીને હરિના ગુણગાન કરીએ છીએ જે આપણી પરંપરા છે.