અમરેલી,
જ્યારે કોઇ મોટી દુર્ઘટના બને ત્યારે સૌને સ્વભાવિક જ દુ:ખ હોય છે પણ કેટલીક નવરી બજાર વિકૃત માહિતીઓ બનાવી સોશ્યલ મિડીયાના પ્લેટફોર્મ ઉપર મુકતી હોય છે અને સોશ્યલ મિડીયાના વપરાશકારો આંખો બંધ કરી તેને આદત પ્રમાણે ફોરવર્ડ કરતા હોય છે આવો જ એક કિસ્સો મોરબી દુર્ઘટનામાં પ્રકાશમાં આવ્યો છે અને તેમાં રાજ્ય સરકારના કૃષિમંત્રીને ઓરેવાના માલીક ઓધવ પટેલ બતાવી નરેન્દ્ર મોદી સાથે અનેક પ્રકારની કોમેન્ટો સાથે મુકવામાં આવ્યુ છે