કૃષિ આંદોલન: પટિયાલામાં ખેડૂતોએ રોકયું જ્હાનવી કપૂરની ફિલ્મનું શૂટિંગ

દેશમાં ખેડૂત આંદોલનને ૬૦ દિવસ થઇ ગયા છે. ખેડૂત અને સરકાર વચ્ચે હજુ સુધી કોઈ વાતને લઈને નિર્ણય લેવામાં આવ્યો નથી. ખેડુતો હવે દેશના અનેક ભાગોમાં દેખાવો કરી રહૃાા છે. દરમિયાન, હવે સ્થાનિક ખેડૂતોએ પંજાબના પટિયાલામાં બોલીવુડની આગામી ફિલ્મ ‘ગુડલક જેરીનું શૂટિંગ રોકી દીધું હતું.

ખેડુતોએ કહૃાું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ત્રણ કૃષિ કાયદૃાને પાછો ખેંચશે નહીં ત્યાં સુધી તે પંજાબમાં કોઈ પણ ફિલ્મનું શૂટિંગ ચલાવવા દેશે નહીં. કંગના રનૌત પણ આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનું કારણ છે. કારણ કે સોશિયલ મીડિયા પર કંગના રનૌતે ખેડૂત આંદોલનને ટેકો આપ્યો નથી. તેણી અનેક વખત આંદોલન અંગે પણ સવાલ ઉઠાવી ચુકી છે. આ અંગે ખેડુતોએ કહૃાું છે કે, જ્યારે બોલિવૂડ અભિનેત્રી ખેડૂત આંદોલનને સમર્થન આપી રહી નથી, ત્યારે આપણે ફિલ્મના શૂટિંગને કેવી મંજૂરી આપીએ?

સલમાન ખાન પણ આ ફિલ્મના શૂટિંગ માટે આવતા અઠવાડિયે પટિયાલા પહોંચવાનો હતો, પરંતુ તે પહેલા જ ખેડૂત નેતાઓને શૂટિંગની જાણ થતાં જ તેઓ સ્થાનિક ખેડૂતો સાથે ત્યાં પહોંચી ગયા હતા અને હંગામો મચાવ્યો હતો. ફિલ્મનો સંપૂર્ણ ક્રૂ બારાદરીની નિમરાના હોટલમાં ગયો હતો. હોટલ સામે પણ ખેડૂતોએ દેખાવો કર્યા હતા.ખેડૂતોએ હોટલ સામે વિરોધ પ્રદર્શન પણ કર્યો હતો.

કંગના ઉપર ગુસ્સે ભરાયેલા ખેડૂત નેતા ક્રાંતિકારી ખેડૂત સંઘ, પટિયાલાના પ્રમુખ જંગિંસહ ભટેરીએ જણાવ્યું હતું કે, કંગનાએ વિરોધ કરી રહેલા ખેડુતોને ખાલિસ્તાની ગણાવીને ખેડૂત અને શીખ સમુદૃાયની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે અને એક વૃદ્ધ મહિલા પ્રદર્શનકારીને પણ બદનામ કર્યા છે. બોલીવૂડ ફિલ્મના શૂટિંગ સામે અમે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો. ખેડુતો મરી રહૃાા છે.