કૃષિ કાયદાના ખેડૂતોના વિરોધ મુદ્દે રાજ્ય કૃષિમંત્રી ફળદુએ તોડ્યું મૌન, કહૃાું- ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વિના વિરોધ કરે છે

કેન્દ્રના કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો દિલ્હી બોર્ડર પર ૧૦ દિવસથી પ્રદર્શન કરી રહૃાાં છે. આજે ખેડૂત અને સરકાર વચ્ચે ૫માં તબક્કાની વાતચીત થવાની છે. ત્યારે સરકાર અને ખેડૂતોની બેઠક અગાઉ પીએમ મોદી અને અમિત શાહ વચ્ચે બેઠક થઇ રહી છે. આ બેઠકમાં રક્ષા મંત્ર રાજનાથ સિંહ અને કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર પણ હાજર છે. આ વચ્ચે ઠેર-ઠેર કૃષિ કાયદાનો વિરોધ થઇ રહૃાો છે.

અમદાવાદમાં પણ કોંગ્રેસ કાર્યકર્તા દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે હવે ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. કૃષિ કાયદાના ખેડૂતોના વિરોધ મુદ્દે આજે ગુજરાતના કૃષિમંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતુ કે, કેન્દ્ર સરકાર ૩ કૃષિ કાયદા લાવ્યા છે. જેનો કોંગ્રેસ વિરોધ કરી રહી છે. ઘણા લોકો બિલનો અભ્યાસ કર્યા વિના વિરોધ કરે છે. આ અંગે રાષ્ટ્રપતિને આવેદન પત્ર મોકલવામાં આવ્યા છે. તેમજ નવો કાયદો ખેડૂતોના હિતમાં છે. ઉલ્લેખનીય છે કે ગઇ કાલે કૃષિ કાયદાને લઇને અમદાવાદ ગાંધી આશ્રમ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

૧૯૬૭ના એપીએમસી એક્ટ પ્રમાણે હાલની વ્યવસ્થા ચાલી રહી છે. એપીએમસીમાં લે-વેચનું કામ થાય છે. ભારતમાં મોટા મૂડી રોકાણ આવી રહૃાાં છે. કૃષિ ક્ષેત્રમાં ચીલાચાલુ પદ્વતિમાંથી ખેડૂતોને બહાર લાવવા જરૂરી છે તો જ દેશનો વિકાસ થશે. PM મોદી ખેતીમાં સુધાર લાવવા પ્રયાસ કરી રહૃાાં છે અને ગુજરાતમાં સીએમ હતા ત્યારે કૃષિ મહોત્સવનો પ્રારંભ કર્યો છે. કૃષિ મહાવિદ્યાલયોમાં સંશોધનોને પ્રોત્સાહન અપાઇ રહૃાું છે. આપણને સૌને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવી ફાયદાકારક છે.