કૃષિ બિલથી ખેડૂતો આઝાદ થશે, વિપક્ષ જૂઠ્ઠાણા ફેલાવે છે: મોદી

  • વડાપ્રધાને બિહારમાં ઐતિહાસિક કોસી રેલ મહાસેતુ સહિત ૧૨ પરિયોજનાઓનું ઉદ્ધાટન કર્યું
  • આ ખરડાઓ ખેડૂતો માટે રક્ષા કવચ સમાન, વિપક્ષ ભ્રમ ફેલાવી રહી છે, એમએસપી યથાવત્ રહેશે, વિરોધ કરનારા ચૂંટણી વાયદા ભૂલી ગયા,૨૧મી સદીનો ખેડૂત બંધનોમાં નહીં, ખૂલીને ખેતી કરશે, વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યું કૃષિ બિલ
  • એનડીએ સરકારે છેલ્લાં ૬ વર્ષમાં ખેડૂતો માટે જેટલું કામ કર્યું, એટલું કોઈ બીજી સરકારે નથી કર્યું, ખેડૂત અને ગ્રાહક વચ્ચે જે વચેટિયાઓ હોય છે તે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો પોતે લઈ લે છે, આ બિલોના આવવાથી આવું નહીં થાય

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે બિહારમાં ઐતિહાસિક કોસી રેલ મહાસેતુની સાથે યાત્રી સુવિધાઓથી સંબંધિત રેલવેની ૧૨ પરિયોજનાઓનું ઉદ્ઘાટન કર્યું. વડાપ્રધાન મોદીએ જે ૧૨ રેલવે પરિયોજનાનું ઉદ્ઘાટન કર્યું તેમાં કિઉલી નદી પર એક રેલ સતુ, બે નવી રેલવે લાઇન, પાંચ વિદ્યુતીકરણથી સંબંધિત, એક ઇલેક્ટ્રિક લોકોમોટિવ શૅડનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને કૃષિ બિલ પર પોતાના વિચારો રજૂ કર્યા. કૃષિ બિલ પર બોલતાં વડાપ્રધાને કહૃાું કે વિશ્ર્વકર્મા દિવસના પ્રસંગે ત્રણ બિલ લોકસભામાં પાસ થયા. આ સુધારાઓથી ખેડૂતોને પોતાની ઉપજ વેચવાના વધુ વિકલ્પ મળશે અને વધુ અવસર મળશે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહૃાું કે, હું દેશભરના ખેડૂતોને આ બિલને પાસ થવાને લઈ અનેક અભિનંદન પાઠવું છું. આ બિલ ખેડૂતો અને ગ્રાહકોને વચેટીયાઓથી બચાવવા માટે લાવવામાં આવ્યા છે. વડાપ્રધાનએ કહૃાું કે, કેટલાક લોકો જે દશકો સુધી સત્તામાં રહૃાા છે, દેશ પર રાજ કર્યું છે, તે લોકો ખેડૂતોને આ વિષય પર ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહૃાા છે. ખેડૂતોને ખોટું બોલી રહૃાા છે. ચૂંટણી સમયે ખેડૂતોને લલચાવવા માટે તેઓ મોટી-મોટી વાતો કરે છે, પોતાના ઘોષણાપત્રમાં મૂકે છે અને ચૂંટણી બાદ ભૂલી જાય છે. અને આજે જ્યારે એ જ વસ્તુઓ એનડીએ સરકાર કરે છે, ખેડૂતોને સમર્પિત અમારી સરકાર કરી રહી છે તો તેઓ ભ્રમ ફેલાવી રહૃાા છે.
વડાપ્રધાન મોદીએ કહૃાું કે, જે એપીએમસી એક્ટને લઈ હવે આ લોકો રાજકારણ રમી રહૃાા છે, એગ્રીકલ્ચર માર્કેટની જોગવાઈઓમાં ફેરફારનો વિરોધ કરી રહૃાા છે, તે ફેરફારની વાત આ લોકોએ પોતાના ઘોષણાપત્રમાં પણ લખી હતી. પરંતુ હવે જ્યારે એનડીએ સરકારે આ ફેરફાર કર્યા છે તો આ લોકો તેનો વિરોધ કરવા લાગ્યા છે.
વડાપ્રધાન મોદીએ કહૃાું કે, હવે આ દુષ્પ્રચાર કરવામાં આવી રહૃાો છે કે સરકાર દ્વારા ખેડૂતોને એમએસપીનો લાભ નહીં આપવામાં આવે. એવું પણ ઉપજાવી કાઢ્યું છે કે ખેડૂતોથી અનાજ વગેરેની ખરીદી સરકાર દ્વારા નહીં કરવામાં આવે. આ બિલકુલ ખોટું છે, ખેડૂતો સાથે છેતરિંપડી છે. અમારી સરકાર ખેડૂતોને એમએસપીના માધ્યમથી યોગ્ય મૂલ્ય અપવવા માટે પ્રતિબદ્ધ છે. સરકારી ખરીદી પણ પહેલાની જેમ ચાલુ રહેશે.
વડાપ્રધાને કહૃાું કે, કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદ, દુનિયામાં ક્યાંય પણ વેચી શકે છે, જ્યાં ઈચ્છે ત્યાં વેચી શકે છે, પરંતુ માત્ર મારા ખેડૂત ભાઈ-બહેનોને આ અધિકારથી વંચિત રાખવામાં આવ્યા હતા. હવે નવી જોગવાઈ લાગુ થવાના કારણે ખેડૂત પોતાનો પાક દેશના કોઈ પણ બજારમાં, પોતાના મરજીના ભાવે વેચી શકે છે. હું આજે દેશના ખેડૂતોને આ સ્પષ્ટ સંદેશ આપવા માંગું છું. વડાપ્રધાને ખેડૂતોને ઉદ્દેશીને કહૃાું કે તમે કોઈ ભ્રમમાં ન પડો. આ લોકોથી દેશના ખેડૂતોએ સર્તક રહેવાનું છે. એવા લોકોથી સાવધાન રહે જેઓ દશકો સુધી દેશ પર રાજ કરતા રહૃાા અને જે આજે ખેડૂતોને ખોટું બોલી રહૃાા છે.